બૅન્ક ઑફ જપાને રેટ-ઇન્ક્રીઝનો સંકેત આપતાં ડૉલરની નબળાઈથી સોના-ચાંદીમાં લેવાલી વધી
કૉમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
ફેડના મોટા ભાગના મેમ્બરોએ ડિસેમ્બરમાં પચીસ બેસિસ પૉઇન્ટના રેટ-કટને સમર્થન આપતાં તેમ જ ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધસમાપ્તિની મંત્રણા છતાં પણ ટેન્શન વધતાં સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૫૦.૪૦ ડૉલર અને ચાંદી વધીને ૩૧.૧૦ ડૉલરે પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩૬૯ રૂપિયા વધ્યો હતો.