સોનું વર્લ્ડ માર્કેટમાં સતત ચોથે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ: સિટી બૅન્કની ચાંદીનો ભાવ ૧૨ મહિનામાં વધીને ૪૦ ડૉલર થવાની આગાહી
કોમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
સોના-ચાંદીમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. વર્લ્ડ માર્કેટમાં સોનું સતત ચોથે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૭૪૦.૩૭ ડૉલરે પહોંચ્યું હતું, જ્યારે ચાંદી પણ વધીને ૩૪.૫૭ ડૉલર થઈ હતી. અમેરિકાની જાયન્ટ ફાઇનૅન્શિયલ બૅન્કિંગ કંપની સિટી બૅન્કે ચાંદીનો ભાવ આગામી બાર મહિનામાં વધીને ૪૦ ડૉલર થવાની આગાહી કરી હતી, જ્યારે ઍનલિસ્ટોના મતે હાલની અનિશ્ચિતતાના માહોલમાં સોનું ઝડપથી ૨૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી જશે.