અમેરિકન ડૉલર ઇન્ડેક્સ બે સપ્તાહની ટોચે પહોંચતાં સોનાની ખરીદીનું આકર્ષણ ઘટ્યું
કૉમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
ચીનનું ઇન્ફ્લેશન ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ફરી એક વખત ડિફ્લેશનનો ભય વધતાં સ્ટિમ્યુલસ પૅકેજની અસર ધોવાઈ જતાં સોના-ચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. વળી અમેરિકામાં રેટ-કટની શક્યતા ઘટતાં ડૉલર વધીને બે મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનાની ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું.