મુંબઈમાં નવેમ્બરમાં સોનામાં ૨૮૧૭ રૂપિયા અને ચાંદીમાં ૭૨૮૭ રૂપિયાનો ઘટાડો થયો
કૉમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો દ્વારા નવી કરન્સી લૉન્ચ કરવાની હિલચાલ સામે ધમકી આપતાં સેફ હેવન ડિમાન્ડથી ડૉલર ઇન્ડેક્સ ઊછળ્યો હતો, જેને કારણે સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ ઘટતાં બન્ને પ્રેસિયસ મેટલમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૬૨૧.૨૦ ડૉલર અને ચાંદી ઘટીને ૩૦ ડૉલરે પહોંચી હતી.