ડોનલ્ડ ટ્રમ્પના વિજય બાદ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવેલો જુવાળ શમી ગયો છે. ટોચના ક્રિપ્ટો કૉઇનના ભાવમાં ઘટાડો થવાની સાથે-સાથે ક્રિપ્ટો આધારિત ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માંથી પણ ઉપાડ થવા લાગ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પના વિજય બાદ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવેલો જુવાળ શમી ગયો છે. ટોચના ક્રિપ્ટો કૉઇનના ભાવમાં ઘટાડો થવાની સાથે-સાથે ક્રિપ્ટો આધારિત ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માંથી પણ ઉપાડ થવા લાગ્યો છે. ગુરુવારે બિટકૉઇન ETFમાંથી ૪૦૦.૭ મિલ્યન ડૉલર અને ઇથેરિયમ ETFમાંથી ૩.૨ મિલ્યન ડૉલરનો ઉપાડ થયો હતો, જ્યારે બિટકૉઇનનો ભાવ શુક્રવારે ૦.૮૪ ટકા ઘટીને ૮૯,૬૫૮ ડૉલર થયો છે. આ જ રીતે ઇથેરિયમ ૦.૭૦ ટકાના ઘટાડા સાથે ૩૦૮૩ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. સોલાનામાં ૦.૭૦ ટકા, બીએનબીમાં ૧.૧૪ ટકા, ડોઝકૉઇનમાં ૧.૯૨ ટકા અને શિબા ઇનુમાં ૧.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
દરમ્યાન ક્રિપ્ટો ઉદ્યોગે ટ્રમ્પ સરકાર પાસેથી ક્રિપ્ટોકરન્સી માટે સાનુકૂળ નીતિઓ ઘડવાની અપેક્ષા રાખી છે. ડિજિટલ ઍસેટ્સનું પ્રમાણ વધે એ માટેની નીતિઓ ઘડાય એવી માગણી થવા લાગી છે. ક્રિપ્ટો પ્લૅટફૉર્મ બિટગોના CEO માઇક બેલ્શેનું કહેવું છે કે અત્યાર સુધીની સરકાર ઘણી નકારાત્મક હતી, હવે એ સ્થિતિમાં સાનુકૂળ ફેરફાર થાય એવી અપેક્ષા છે.