અદાણી પૉર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડના મુખ્ય પદાધિકારી (સીઈઓ) કરણ ગૌતમ અદાણીએ આ માહિતી આપી. દિગ્ગજ બિઝનેસમેનના આ પગલા બાદ કર્ણાટકના લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. સૌથી મોટી વાત એ છે કે લોકો માટે રોજગારની શક્યતાઓ વધી જશે.
ગૌતમ અદાણી (તસવીર સૌજન્ય મિડ-ડે)
ગૌતમ અદાણી ગ્રુપ ઑફ કંપનીઝ (Guatam Adani Group of Companies) આગામી 7 વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની છે. ગ્રુપ આ ઈન્વેસ્ટમેન્ટ ખાસ રાજ્ય માટે કરશે. આ ઈન્વેસ્ટમેન્ટ કર્ણાટકમાં કરવામાં આવવાનું છે. અદાણી પૉર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડના મુખ્ય પદાધિકારી (સીઈઓ) કરણ ગૌતમ અદાણીએ આ માહિતી આપી. દિગ્ગજ બિઝનેસમેનના આ પગલા બાદ કર્ણાટકના લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. સૌથી મોટી વાત એ છે કે લોકો માટે રોજગારની શક્યતાઓ વધી જશે.
કરણ ગૌતમ અદાણીએ આપી માહિતી
કરણ ગૌતમ અદાણીએ કહ્યું, "કર્ણાટકમાં અમે જે ક્ષેત્રોમાં ઇન્વેસ્ટ કરવાના છે અને જે ક્ષેત્રોનો વિસ્તાર કરવાના છીએ, તે કુલ મળીને આગામી સાત વર્ષ લગભગ એક લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ રહેશે. વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા કંપની હોવાને નાતે અદાણી સમૂહ રાજ્યમાં રિન્યૂએબલ એનર્જીમાં સૌથી વધારે ઈન્વેસ્ટ કરશે." કરણ અદાણીએ આપેલી માહ્તી પ્રમાણે અદાણી ગ્રુપ કર્ણાટકમાં સીમેન્ટ, ઉર્જા, પાઈપ ગેસ, ખાદ્ય તેલ, પરિવહન, લૉજિસ્ટિક્સ અને ડિજિટલ જેવા અનેક ક્ષેત્રોમાં સક્રીય છે. અને અત્યાર સુધી 20,000 કરોડ રૂપિયાથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે. હકિકતે છેલ્લા કેટલાક દિવસમાં ગૌતમ અદાણી પોતાના કામને રૉકેટની સ્પીડે આગળ ધપાવી રહ્યા છે. એટલું જ નહીં મુંબઈની ધારાવી પણ હાલ ગૌતમ અદાણી પાસે છે, એટલે કે આ સૌથી મોટું સ્લમ હવે નવા ક્લેવરમાં જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્રણય રૉય અને તેમનો પરિવાર એનડીટીવીનો ૯૯.૫ ટકા હિસ્સો અદાણીને વેચશે
સીમેન્ટ વેપાર પર અદાણીનું ફોકસ
નોંધનીય છે કે ગૌતમ અદાણી છેલ્લા કેટલાક સમયમાં ભારત જ નહીં, પણ વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન તરીકે સામે આવ્યા છે. આ સમયે કર્ણાટકમાં અદાણી સમૂહના ચાર સીમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જેની કુલ ક્ષમતા 70 લાખ ટનથી વધારે છે. કરણ અદાણીએ જણાવ્યું કે સમૂહ આ ક્ષેત્રમાં પણ પોતાની હાજરીનો વિસ્તાર કરશે. આ સિવાય મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપૉર્ટને પણ વિસ્તારવામાં આવશે. આ સિવાય અદાણી વિલ્મર મેંગલુરુમાં પોતાની હાજરી વધારી રહી છે.