રિચાર્જ અને યુટિલિટી બિલના પેમેન્ટ સહિતની ઑટોમેટિક પેમેન્ટની સેવાઓ માટે શુક્રવાર પહેલી ઑક્ટોબરથી એડિશનલ ફેક્ટર ઑથેન્ટિફિકેશન ફરજિયાત થઈ રહ્યું છે. આથી હવે નિયમિતપણે આપોઆપ થનારા એ બધા પેમેન્ટનો અંત આવી જશે.
પ્રતીકાત્મક તસવીર
રિચાર્જ અને યુટિલિટી બિલના પેમેન્ટ સહિતની ઑટોમેટિક પેમેન્ટની સેવાઓ માટે શુક્રવાર પહેલી ઑક્ટોબરથી એડિશનલ ફેક્ટર ઑથેન્ટિફિકેશન ફરજિયાત થઈ રહ્યું છે. આથી હવે નિયમિતપણે આપોઆપ થનારા એ બધા પેમેન્ટનો અંત આવી જશે.
રિઝર્વ બૅન્કે ચોથી ડિસેમ્બરે તમામ બૅન્કો, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ તથા પેમેન્ટ ગેટવેને આદેશ આપ્યો હતો કે કાર્ડ અથવા પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે થતા રિકરિંગ પેમેન્ટ ૩૧ માર્ચ, ૨૦૨૧થી બંધ થઈ જશે, પછીથી એ સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધીની કરવામાં આવી હતી.
ADVERTISEMENT
હવે લાગુ થનારા નવા નિયમો મુજબ બૅન્કોએ રિકરિંગ પેમેન્ટ બાબતે ગ્રાહકોને પહેલેથી જાણ કરવી પડશે. ગ્રાહકે મંજૂરી આપ્યા બાદ જ એ પેમેન્ટ કરી શકાશે. આમ, વ્યવહાર આપોઆપ થવાને બદલે ગ્રાહકની મંજૂરી બાદ જ થઈ શકશે.
નવી માર્ગદર્શિકા મુજબ ૫૦૦૦ રૂપિયા કરતાં વધુ મૂલ્યના રિકરિંગ પેમેન્ટ માટે બૅન્કોએ ગ્રાહકોને વન ટાઇમ પાસવર્ડ મોકલવાનો રહેશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિતની મોટા ભાગની બૅન્કોએ પોતાના ગ્રાહકોને નવા નિયમોની જાણ કરી દીધી છે.
એચડીએફસી બૅન્કે ગ્રાહકોને મોકલેલા સંદેશમાં કહ્યું છે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ માટે ઇલેક્ટ્રોનિક મેન્ડેટ સંબંધિત રિઝર્વ બૅન્કની માર્ગદર્શિકા મુજબ બૅન્ક મર્ચન્ટ વેબ કે ઍપ પર ક્રેડિટ/ડેબિટ કાર્ડથી થનારા પેમેન્ટ હવે આપોઆપ નહીં થાય.
આથી ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે તેમણે મર્ચન્ટ વેબ/ઍપ પર ઓટીપી મારફતે પેમેન્ટ કરવું અથવા નેટ બૅન્કિંગમાં બિલપે મારફતે ઑટોપે દ્વારા પેમેન્ટ કરવું.