એસબીઆઇ દ્વારા કરવામાં આવેલા એક સર્વેનું તારણ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
એક અહેવાલમાં જણાવાયું છે કે રોગચાળા દરમ્યાન મફત અનાજના વિતરણથી પાછળ રહેલાં રાજ્યો અને પિરામિડના તળિયે આવેલાં રાજ્યોમાં આવકની અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એસબીઆઇ ઇકોવર્પે એક પૂર્વધારણા સાથે સંશોધનની શરૂઆત કરી હતી કે કેવી રીતે મફત અનાજ વિતરણ ગરીબમાં ગરીબ લોકો માટે વસ્તી પર સંપત્તિના વિતરણને અસર કરે છે.
એણે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (આઇએમએફ) વર્કિંગ પેપરમાંથી સંકેત લીધો છે જે દર્શાવે છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જે ગરીબ લોકોને મફતમાં અનાજ પૂરું પાડે છે એણે ભારતમાં અત્યંત ગરીબીને સૌથી નીચા સ્તરે રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, જેની સંખ્યા રોગચાળા-હિટ ૨૦૨૦ દરમ્યાન ૦.૮ ટકા જેટલી હતી. એસબીઆઇ અભ્યાસમાં ૨૦ રાજ્યો માટે મુખ્ય ખોરાક પર ચોખાની પ્રાપ્તિ (કારણ કે ચોખા હજી પણ ભારતના મોટા ભાગના લોકો માટે મુખ્ય ખોરાક છે) અને ૯ રાજ્યો માટે મુખ્ય ખોરાક પર ઘઉંની પ્રાપ્તિના હિસ્સાની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ રાજ્યો આસામ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ હતાં.