ઇથેરિયમમાં ૧.૮૯ ટકાના ઘટાડા સાથે ભાવ ૩૧૦૨ ડૉલર થયો છે. પ્રૉફિટ બુકિંગને પગલે તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સાધારણ ઘટાડો નોંધાયો છે.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની નોંધપાત્ર ઘટનામાં ફ્રૅન્કલિન ટેમ્પલ્ટને પોતાના ઑનચેઇન યુએસ ગવર્નમેન્ટ મની માર્કેટ ફન્ડના કામકાજમાં ઇથેરિયમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૧માં લૉન્ચ કરાયેલું આ ફન્ડ પોતાના વ્યવહારો અને માલિકીહકની માહિતી સંગ્રહિત કરવા વિસ્તારીને એમાં ઇથેરિયમને આવરી લીધું છે. દરમ્યાન, ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ત્રણ ટ્રિલ્યન ડૉલરનો આંક આંબીને થોડું નીચું આવ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ વિજયી થતાં જ ક્રિપ્ટો માર્કેટમાં જોરદાર તેજી આવી છે. માર્કેટકૅપની વૃદ્ધિમાં બિટકૉઇનનો પણ મોટો હિસ્સો છે. ગુરુવારે સાંજે બિટકૉઇનમાં ૨.૩૪ ટકાનો ઘટાડો આવતાં ભાવ ૮૮,૬૨૯ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૧.૮૯ ટકાના ઘટાડા સાથે ભાવ ૩૧૦૨ ડૉલર થયો છે. પ્રૉફિટ બુકિંગને પગલે તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સાધારણ ઘટાડો નોંધાયો છે.