આ ઇન્વૉઇસનો કૉમન જીએસટી પોર્ટલ પર ઉપયોગ કરવામાં આવે છે
સમજો જીએસટી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જીએસટી નેટવર્ક (જીએસટીએન)માં બિઝનેસ-ટુ-બિઝનેસ ઇન્વૉઇસનું ઇલેક્ટ્રૉનિક રીતે ઑથેન્ટિફિકેશન થાય એ માટે ઈ-ઇન્વૉઇસની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઇન્વૉઇસનો કૉમન જીએસટી પોર્ટલ પર ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉનિક ઇન્વૉઇસિંગમાં ઇન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ દરેક ઇન્વૉઇસની સામે એક આઇડેન્ટિફિકેશન નંબર ઇશ્યુ કરે છે, જેનું સંચાલન જીએસટીએન દ્વારા થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮થી ૨૦૧૯-’૨૦ના ગાળામાં પાછલા વર્ષે ટર્નઓવર ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે હોય એવા તમામ બિઝનેસ માટે ૧ ઑક્ટોબર, ૨૦૨૦થી ઈ-ઇન્વૉઇસ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮થી ૨૦૧૯-’૨૦ના ગાળા દરમ્યાન કોઈ પણ નાણાકીય વર્ષે ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે થયું હોય એના માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી ઈ-ઇન્વૉઇસિંગ લાગુ પડી ગયું છે.
નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮થી ૨૦૧૯-’૨૦ના ગાળા દરમ્યાન કોઈ પણ નાણાકીય વર્ષે ટર્નઓવર ૫૦ કરોડ રૂપિયા કરતાં વધારે થયું હોય એના માટે ૧ એપ્રિલ, ૨૦૨૧થી ઈ-ઇન્વૉઇસિંગ લાગુ પડ્યું છે.
નોંધનીય છે કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮થી ૨૦૧૯-’૨૦ના ગાળા દરમ્યાન કોઈ પણ નાણાકીય વર્ષે ટર્નઓવર ૨૦ કરોડ રૂપિયા કરતાં વધારે થયું હોય એના માટે ૧ એપ્રિલ, ૨૦૨૨થી ઈ-ઇન્વૉઇસિંગ લાગુ કરવાનું જાહેર કર્યું છે.
દરમ્યાન, જીએસટીએને ઇન્વૉઇસ રિપોર્ટિંગ માટે ચાર નવાં પોર્ટલ શરૂ કર્યાં છે. પ્રવર્તમાન ઈ-ઇન્વૉઇસ પોર્ટલ ઉપરાંતનાં આ ચાર નવાં પોર્ટલ છે. ઈ-ઇન્વૉઇસ માટેના નવા પોર્ટલ (www.einvoice.gst.gov.in)નું બીટા લૉન્ચિંગ કરવામાં આવ્યું છે.
એમાં કરદાતાઓને ઈ-ઇન્વૉઇસ માટે કરવા પડતા અનુપાલન વિશેની સર્વાંગી માહિતી મળી શકે છે. તેઓ પોતાનું ઇનેબલમેન્ટ સ્ટેટસ ચકાસી શકે છે. એ ઉપરાંત ઇન્વૉઇસિંગ માટે જાતે ઇનેબલ થઈ શકે છે, ઇન્વૉઇસ રેફરન્સ નંબર (આઇઆરએન) સર્ચ કરી શકે છે તથા તમામ આઇઆરપી પોર્ટલની વેબલિન્ક પ્રાપ્ત કરી શકે છે.
આ પણ વાંચો: જીટીએ દ્વારા ફૉર્વર્ડ ચાર્જ માટેનો વિકલ્પ પસંદ કરવા માટેની વ્યવસ્થા શું છે?
હવેથી કરદાતાઓ પોતાની જીએસટીઆઇએન પ્રોફાઇલને સંબંધિત પસંદગીની સર્વિસિસ માટે જીએસટીએનનાં ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને નવા ઈ-ઇન્વૉઇસ પોર્ટલ પર લોગિન કરી શકે છે.
અહીં જણાવવું રહ્યું કે einvoice.gst.gov.in એ પોર્ટલ તમામ માસ્ટર ડેટા, સમાચાર, અપડેટ, નવીનતમ રિલીઝ વગેરે માટે રેફરન્સનું કામ કરે છે. ઈ-ઇન્વૉઇસ માટે રજિસ્ટ્રેશન કરાવવા અને એપીઆઇ પ્રાપ્ત કરવા માટે કરદાતાઓએ einvoiceX.gst.gov.in સાઇટ પર જવું પડે છે.
આજની તારીખે આઇઆરએન જનરેટ કરવા માટે અધિકૃત સાઇટ્સના યુઆરએલ આ પ્રમાણે છેઃ આ સાથે વાંચકોએ નોંધ લેવી કે હજી પણ einvoice1.gst.gov.in એ ઈ-ઇન્વૉઇસની વેબસાઇટ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે. તેઓ આ વેબસાઇટ પર અગાઉનાં ઈ-ઇન્વૉઇસ અપલોડ કરી શકે છે.
નિષ્કર્ષઃ ઉપરોક્ત માહિતીના આધારે કહેવાનું કે જીએસટીએને ઈ-ઇન્વૉઇસ માટેના એક પોર્ટલ પર આવતો બોજ હવે ચાર પોર્ટલ પર નાખવાનો પ્રયાસ કર્યો છે. એને પગલે ઈ-ઇન્વૉઇસ અપલોડ કરવાનું કામ ઝડપથી પાર પડી શકશે. મારું માનવું છે કે આ પગલું આવકાર્ય છે.
યુઆરએલ યુઆરએલ સક્રિય છે કે નહીં
(einvoice1.gst.gov.in) સક્રિય છે
(einvoice3.gst.gov.in) ટૂંક સમયમાં સક્રિય થઈ જશે
(einvoice4.gst.gov.in)
(einvoice6.gst.gov.in)