જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં કુલ ૫૪૨ અબજ ડૉલરનું રોકાણ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ઇક્વિટી બજારમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (એફપીઆઇ) ચાલુ કૅલેન્ડર યરમાં જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન ૫૪૨ અબજ ડૉલરનું હતું, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૬૧૨ અબજ ડૉલર હતું. આમ ગયા વર્ષની તુલનાએ ૧૧ ટકાનો ઘટાડો બતાવે છે એમ ‘મૉર્નિંગ સ્ટાર’નો અહેવાલ કહે છે. એનું મુખ્ય કારણ સ્થાનિક બજારમાંથી વિદેશી નાણાં પાછાં ખેંચાય એ છે.
ત્રિમાસિક-દર-ક્વૉર્ટરના આધારે ભારતીય ઇક્વિટીમાં એફપીઆઇનું મૂલ્ય ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં નોંધાયેલા ૫૮૪ અબજ ડૉલર કરતાં ૭ ટકા ઘટ્યું છે.
સળંગ ત્રણ ક્વૉર્ટરમાં તેમના રોકાણમૂલ્યમાં થયેલા વધારાને પગલે આ બન્યું છે. આ ઘટાડાથી ભારતીય ઇક્વિટી માર્કેટ કૅપિટલાઇઝેશનમાં એફપીઆઇનું યોગદાન માર્ચ ૨૦૨૨ માટે ૧૭.૮ ટકાથી સમીક્ષા હેઠળના વર્ષ દરમ્યાન ઘટીને ૧૭.૩ ટકા થયું હતું.
ADVERTISEMENT
૨૦૨૧-’૨૨માં રેકૉર્ડ ભંડોળ પાછું ખેંચ્યા પછી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ગયા નાણાકીય વર્ષમાં પણ તેમનું વેચાણ ચાલુ રાખ્યું હતું અને વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બૅન્કો દ્વારા આક્રમક દર વધારા વચ્ચે ભારતીય ઇક્વિટીમાંથી ૩૬,૬૩૧ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા. ૧૯૯૩માં વિદેશી રોકાણની શરૂઆત થઈ ત્યારથી આ પ્રથમ વખત છે જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સતત બે નાણાકીય વર્ષ માટે વેચાણ કરે છે.