સરકારે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર સ્પેશ્યલ ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટીને મંગળવારથી ૪૧૦૦ રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને શૂન્ય કરી દીધી છે,
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ડીઝલ અને એટીએફની નિકાસ પર શૂન્ય દર ચાલુ રાખીને સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ ગેઇન ટૅક્સ ઘટાડીને શૂન્ય કર્યો છે. સરકારે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર સ્પેશ્યલ ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટીને મંગળવારથી ૪૧૦૦ રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને શૂન્ય કરી દીધી છે, એમ સત્તાવાર આદેશમાં જણાવાયું છે.
આ બીજી વખત છે જ્યારે ક્રૂડ તેલ ઉત્પાદકો અને એનર્જી નિકાસકારોના સુપરનૉર્મલ નફા પર ટૅક્સના રૂપમાં સેસના રૂપમાં ગયા વર્ષે જુલાઈમાં લાગુ કરવામાં આવેલી લેવીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ તેલ માટે શૂન્ય કરવામાં આવી છે. એપ્રિલના પ્રારંભમાં આ ટૅક્સ શૂન્ય થઈ ગયો હતો, પરંતુ એ મહિનાના બીજા ભાગમાં ૬૪૦૦ રૂપિયા પ્રતિ ટન વસૂલાત સાથે પાછો લાવવામાં આવ્યો હતો.