ફ્લિપકાર્ટ ટેન્શનમાં, ગ્રાહકોની સંખ્યા મામલે થઈ શકે નુકસાન
ફાઇલ ફોટો
અમેરિકન કંપની વોલમાર્ટની ઓનરશિપવાળી ફ્લિપકાર્ટે ઇ-કોમર્સના નવા નિયમોને લાગુ કરવાને લઈને વધુ સમયની માંગ કરી છે. ન્યુઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા પ્રમાણે, કંપનીએ ચેતવણી આપતા કહ્યું છે કે જો નવા નિયમોને 6 મહિના સુધી ટાળવામાં ન આવ્યા, તો ગ્રાહક સંખ્યાના મામલે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં ઇ-કોમર્સને લઈને નવા નિયમોને 1 ફેબ્રુઆરીથી લાગુ કરવાના છે. તેના પ્રમાણે ઇ-કોમર્સ કંપનીઓને એવી કંપનીઓના સામાનના વેચાણ પણ પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે, જેમાં તેમની પોતાની હિસ્સેદારી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 2019નું ઈન્ટરિમ બજેટ: ખુલ જા સિમ સિમ!
સાથે જ આ કંપનીઓને વિક્રેતાઓની સાથે કોઈપણ એવી ડીલની મનાઈ છે જેમાં ફક્ત એક મંચ પર જ સામાનના વેચાણની વાત હોય.