મદ્રાસ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારથી કૉર્પોરેટ ઇન્સૉલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયા દેવાદાર કૉર્પોરેટ સામે શરૂ કરવામાં આવે અને એનસીએલટી દ્વારા અરજી સ્વીકારવામાં આવે ત્યારથી મોરેટોરિયમ કાર્યરત થાય છે.
સમજો જીએસટીને
પ્રતીકાત્મક તસવીર
કેસ – ૧
ઉચ્ચ ન્યાયાલય દ્વારા નોંધણી રદ કરવાનો હુકમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, કારણ કે અકાઉન્ટન્ટના ખરાબ સ્વાસ્થ્યને કારણે એસેસી રિટર્ન ફાઇલ કરવામાં અસમર્થ હતા.
કેસની વિગતો : શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન્સ વિરુદ્ધ સહાયક કમિશનર (એસટી) - [૨૦૨૪] ૧૫૯ ટૅક્સમેન.કોમ ૧૫૯ (મદ્રાસ)
ન્યાયતંત્ર અને કાઉન્સેલની વિગતો
બી. પુગેલેન્ધી, જે.
અરજદાર માટે એન. સુદાલિમુથુ.
જવાબ આપનાર માટે એ. બાસ્કરન.
કેસનાં તથ્યો
સરકાર અને એની એજન્સીઓ માટે કૉન્ટ્રૅક્ટના ધોરણે કામ કરવાના વ્યવસાયમાં અરજદાર રોકાયેલા હતા. વિભાગે ‘કારણ બતાઓ’ સૂચના (શો કૉઝ નોટિસ) આપીને પૂછપરછ માટે હાજર થવાનું જણાવ્યું હતું અને અરજદારની સુનાવણી કર્યા વિના જ તેની નોંધણી રદ કરી નાખવામાં આવી હતી. તેણે નોંધણી રદ કરવા સામે રિટ પિટિશન દાખલ કરી હતી અને દલીલ કરી હતી કે અકાઉન્ટન્ટના ખરાબ સ્વાસ્થ્યને લીધે રિટર્ન સમયસર ફાઇલ કરી શકાયું નથી.
ઉચ્ચ અદાલતનો ચુકાદો
માનનીય હાઈ કોર્ટે નોંધ્યું કે નોંધણી રદ કરવાથી વેપારીઓને ઘણી મોટી સજા મળી ગણાશે. હાલના કિસ્સામાં અરજદારને પછીથી ખબર પડી કે અકાઉન્ટન્ટે તેના ખરાબ સ્વાસ્થ્યને કારણે સમયસર રિટર્ન ફાઇલ કર્યું નહોતું. કોર્ટે એમ પણ નોંધ્યું કે સમાન સંજોગોમાં, કોર્ટે એમ જણાવીને રિટ પિટિશનની અરજીની મંજૂરી આપી હતી કે અરજદારોને જીએસટી રેજીમથી બહાર કરીને કોઈ ઉપયોગી હેતુ સધાવાનો નથી. એથી અગાઉના નિર્ણયને આધારે કોર્ટે જણાવ્યું હતું કે નોંધણી રદ કરવાનો અસ્પષ્ટ આદેશ બાજુએ રાખવાલાયક છે.
સમીક્ષા કરેલા કેસની સૂચિ
• સુગુના કટપીસ વિરુદ્ધ અપેલેટ ડેપ્યુટી કમિશનર (એસટી) (જીએસટી) અને અન્ય [૨૦૨૨ (૨) ટીએમઆઇ ૯૩૩] (પેરા ૧૨) અનુસાર
કેસ – ૨
ઉચ્ચ ન્યાયાલયે જણાવ્યું હતું કે રેઝોલ્યુશન પ્લાનને અનુલક્ષીને નવી મૅનેજમેન્ટ દ્વારા કંપનીનું સંચાલન હાથ ધરવામાં આવે ત્યાર બાદ કંપની ગુનાહિત જવાબદારીઓમાંથી (ક્રિમિનલ રિસ્પૉન્સિબિલિટી) છૂટી જાય છે.
કેસની વિગતો : વાસન હેલ્થકૅર (પી.) લિ. વિરુદ્ધ ડીડીઆઇટી (તપાસ) - [૨૦૨૪] ૧૫૯ ટૅક્સમેન.કોમ ૧૩૫ (મદ્રાસ)
ન્યાયતંત્ર અને કાઉન્સેલની વિગતો
• એન. આનંદ વેંકટેશ, જે.
• અરજદાર માટે જી. ગૌથમ રામ વિટલ.
• જવાબ આપનાર માટે મીઝ શીલા.
કેસનાં તથ્યો
૨૦૧૦-’૧૧થી ૨૦૧૫-’૧૬ દરમ્યાનનાં વિવિધ અસેસમેન્ટ વર્ષોમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટ હેઠળના ગુનાઓ માટે એવન કંપની અને તેના અગાઉના ડિરેક્ટરો પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હતી. પાછળથી, નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા એની તરફેણમાં રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી અને નવી મૅનેજમેન્ટે કંપનીનો હવાલો સંભાળ્યો હતો.
નવી મૅનેજમેન્ટે હાલની અરજીને એ આધારે ફાઇલ કરી હતી કે આઇબીસીના ૩૨એ મુજબ, એનસીએલટીએ રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપ્યા પછી કંપની-એવનની જવાબદારી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. એથી કંપની-એવન સામે કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં.
ઉચ્ચ અદાલતનો ચુકાદો
મદ્રાસ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારથી કૉર્પોરેટ ઇન્સૉલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયા દેવાદાર કૉર્પોરેટ સામે શરૂ કરવામાં આવે અને એનસીએલટી દ્વારા અરજી સ્વીકારવામાં આવે ત્યારથી મોરેટોરિયમ કાર્યરત થાય છે.
એક વાર રેઝોલ્યુશન પ્લાન એનસીએલટી દ્વારા સ્વીકારવામાં આવે અને ઑર્ડર પસાર થઈ જાય અને દેવાદાર કૉર્પોરેટ નવી મૅનેજમેન્ટના હાથમાં આવે ત્યાર પછી દેવાદાર કૉર્પોરેટની ગુનાહિત જવાબદારી (ક્રિમિનલ રિસ્પૉન્સિબિલિટી) સહિતની ભૂતકાળની તમામ જવાબદારીઓ રદ કરવામાં આવે છે અને નવી મૅનેજમેન્ટ કંપનીને કોરી પાટીની જેમ હાથમાં લે છે.
વર્તમાન કિસ્સામાં, એનસીએલટી દ્વારા પસાર કરેલા ઑર્ડરને અનુલક્ષીને કંપની એઆઇ હવે નવી મૅનેજમેન્ટના હાથમાં ગઈ છે. આને ધ્યાનમાં રાખીને નવી મૅનેજમેન્ટ કંપની એઆઇને કોરી પાટી તરીકે હાથમાં લે છે અને અગાઉની કંપની સામેની ગુનાહિત જવાબદારી (ક્રિમિનલ રિસ્પૉન્સિબિલિટી) હવે કંપની એવનની સામે લાદી શકાય નહીં. એથી કંપની એવન સામે ગુનાહિત કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં.