Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ઑનલાઇન ગેમિંગ-ઍપ ફાઇવિનનું ૪૮ મિલ્યન ડૉલરનું કૌભાંડ EDએ પકડી પાડ્યું

ઑનલાઇન ગેમિંગ-ઍપ ફાઇવિનનું ૪૮ મિલ્યન ડૉલરનું કૌભાંડ EDએ પકડી પાડ્યું

Published : 04 October, 2024 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

EDએ તપાસને પગલે આશરે ત્રણ મિલ્યન ડૉલર જેટલી રકમનાં ચીની લોકોનાં ખાતાં શિથિલ કરી દીધાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑનલાઇન ગેમિંગનો ઉપયોગ કરીને ચીનમાં ક્રિપ્ટોકરન્સીની હેરફેર કરનાર ઑનલાઇન ગે​મિંગ-ઍપ ફાઇવિનનું મોટું કૌભાંડ ભારતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પકડી પાડ્યું છે. આ કૌભાંડમાં સંકળાયેલી રકમ ૪૮ મિલ્યન ડૉલર હોવાનું કહેવાય છે. EDએ તપાસને પગલે આશરે ત્રણ મિલ્યન ડૉલર જેટલી રકમનાં ચીની લોકોનાં ખાતાં શિથિલ કરી દીધાં છે. આ કૌભાંડમાં ઝડપી કમાણી કરવાની લાલચ આપીને લોકોને ગેમ રમવા પ્રોત્સાહિત કરાતા હતા, પરંતુ જ્યારે તેઓ ઉપાડ કરવા ચાહે ત્યારે તેમનાં નાણાં અટકાવી દેવાતાં હતાં. EDએ બાઇનૅન્સના સહયોગથી તપાસ કરી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય નાગરિકો – અરુણ સાહુ, આલોક સાહુ અને સૉફ્ટવેર એન્જિનિયરો – ચેતન પ્રકાશ અને જોસેફ સ્ટૅલિનની ધરપકડ કરવામાં આવી છે.  


દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી એક વાર ઇક્વિટી બજારની રાહે નોંધપાત્ર પ્રમાણમાં ઘટી હતી. ટોચના ઘટેલા કૉઇનમાં ઇથેરિયમ ૪.૫૬ ટકા, સોલાના ૫.૯૧ ટકા, રિપલ ૧૦.૭૯ ટકા, કાર્ડાનો ૩.૬૮ ટકા, અવાલાંશ ૬.૬૨ ટકા અને શિબા ઇનુ ૪.૩૪ ટકા સાથે મોખરે હતા. બિટકૉઇનમાં ૧.૯૨ ટકા ઘટાડા સાથે ભાવ ૬૦,૧૧૩ ડૉલર ચાલી રહ્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK