જેને લીધે ખેડૂતોની ચિંતા વધી છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મરાઠવાડાના નાંદેડ જિલ્લામાં અમૂક ગામોમાં તુવેરના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. સ્થાનિક વેપારી અને ખેડૂતોનું કહેવુ છે કે જે પાકની લણણી કરવાની બાકી હતી એ હવે પડી રહી છે, જેના લીધે પાક નકામો બની રહ્યો છે. પરિણામે એકંદર ઉત્પાદનમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં હવામાન ખરાબ બન્યું હતું જેને લીધે પાકને આ નુકસાન થયું છે.