સૌથી વધુ ડિજિટલ ક્ષેત્રમાં જાહેરાતનો ખર્ચ થશે
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
ભારતમાં જાહેરાત પાછળનો ખર્ચ ચાલુ કૅલેન્ડર વર્ષ ૨૦૨૩માં ૧૫.૫ ટકા વધીને ૧.૪૬ લાખ કરોડ રૂપિયા થશે, એમ એક મીડિયા એજન્સીએ જણાવ્યું હતું. ૨૦૨૨માં આ ઉદ્યોગમાં આગલા વર્ષની સરખામણીએ ૧૫.૭ ટકાની વૃદ્ધિ થઈ હતી, એમ ગ્રુપ એમએ એના આઉટલુકમાં જણાવ્યું હતું.
ટોચનાં ૧૦ બજારોમાં ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ પામશે અને આ વર્ષે ખર્ચ કરીને વિશ્વનું આઠમું સૌથી મોટું બજાર બનશે, એમ એણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
મોટા ભાગનો ખર્ચ ડિજિટલ પર જવા સાથે, નવા યુગ અને વધુ લક્ષ્યાંકિત માધ્યમ ૨૦ ટકાની ઝડપી વૃદ્ધિના સૌજન્યથી એકંદર ખર્ચમાં એનો હિસ્સો વધારીને ૫૬ ટકા કરશે. પરંપરાગત મનપસંદ ટીવી ૩૧ ટકાથી નજીવા ઘટીને ૩૦ ટકા જોવા મળશે. જાહેરાતના વધારાના ખર્ચમાં ડિજિટલનો હિસ્સો ૭૧ ટકા હશે, જ્યારે માત્ર ૧૮ ટકા ખર્ચ ટીવી પર આવશે, એમ એણે જણાવ્યું હતું.
પ્રિન્ટ ઍડ્વર્ટાઇઝિંગ ખર્ચ ૨૦૨૨માં ૧૧ ટકાની સરખામણીએ વધુ ઘટીને ૧૦ ટકા જોવા મળશે, એમ છતાં એનું પ્રમાણ ૧૩,૫૧૯ કરોડ રૂપિયાથી વધીને ૧૪,૫૨૦ કરોડ રૂપિયા થશે એમ કંપનીનો અંદાજ છે.
છેલ્લાં ત્રણ વર્ષ મેક્રો ઇકૉનૉમિક વૉલેટિલિટી અને વૈશ્વિક ઘટનાઓ દ્વારા ચિન્હિત કરવામાં આવ્યા છે જેણે જાહેરાતકર્તાઓના વ્યવસાયો અને જાહેરાત ખર્ચને અસર કરી છે એમ એના દક્ષિણ એશિયા માટેના મુખ્ય અર્થશાસ્ત્રી પ્રશાંત કુમારે જણાવ્યું હતું.