Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઇથેરિયમમાં આગામી દિવસોમાં ભાવ વધીને ૩૦૦૦ ડૉલર થઈ જવાની ધારણા

ઇથેરિયમમાં આગામી દિવસોમાં ભાવ વધીને ૩૦૦૦ ડૉલર થઈ જવાની ધારણા

Published : 25 September, 2024 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરના દિવસોમાં ઇથેરિયમમાં ખરીદીનાં ઊભાં ઓળિયાં વધી ગયાં હોવાનું કૉઇનગ્લાસના ડેટા દર્શાવે છે. આથી આગામી દિવસોમાં ઇથેરિયમના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા નિષ્ણાતોને દેખાઈ રહી છે. નોંધનીય છે કે ઇથેરિયમનો ભાવ મંગળવારે ૧.૭૫ ટકાના ઘટાડા સાથે ૨૬૧૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો હતો. જોકે પાછલા સપ્તાહમાં ઇથેરિયમમાં ૧૫ ટકાની વૃદ્ધિ થઈ છે. પાછલા એક વર્ષમાં એમાં ૬૬ ટકાનો ઉછાળો આવ્યો છે. આગામી દિવસોમાં ભાવ ૩૦૦૦ ડૉલર થઈ જવાનો અંદાજ વ્યક્ત થયો છે.


દરમ્યાન ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાયબિટે ઇસ્લામના શરિયા કાયદાને અનુરૂપ નવી ક્રિપ્ટો પ્રોડક્ટ્સ લૉન્ચ કરી છે. ધર્મની શરતોને આધારે એમાં રોકાણ કરી શકાય એવી સુવિધા આપવામાં આવી છે. આ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં એણે મલેશિયાસ્થિત સલાહકારી કંપની ઝિકો શરિયાની મદદ લીધી છે.



મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકૉઇનમાં ૦.૧ ટકાનો મામૂલી વધારો થયો હતો, જ્યારે બાઇનૅન્સમાં ૨.૬૭  ટકા, સોલાનામાં ૨.૦૬ ટકા, રિપલમાં ૦.૧ ટકા, ડોઝકૉઇનમાં ૧.૫૬ ટકા અને કાર્ડાનોમાં ૬.૪૧ ટકાનો વધારો થયો હતો. ટ્રોનમાં ૦.૨૬ ટકા તથા અવાલાંશમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK