તાજેતરમાં જ એલન મસ્કે વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર સહિત અનેક પત્રકારોના ટ્વિટર હેન્ડલ પણ સસ્પેન્ડ કર્યા હતા
ફાઇલ તસવીર
એલન મસ્કે (Elon Musk) આઠ મહિના પહેલાં ટ્વિટર (Twitter) હસ્તગત કર્યું ત્યાર બાદથી જ તેઓ ચર્ચામાં છે. એલન મસ્ક પોતાની ટ્વીટ દ્વારા ઘણીવાર લોકોને ચોંકાવતા રહે છે. હવે તેમણે ફરી એવું જ કંઈક ટ્વીટ કરી સમાચાર બનાવ્યા છે. મસ્કે 19 ડિસેમ્બરે ટ્વિટર યુઝર્સને પૂછ્યું હતું કે “શું તેમણે સોશિયલ મીડિયા સાઇટના વડા તરીકે પદ છોડવું જોઈએ?”
એલન મસ્કે પોતાના ઑફિશિયલ હેન્ડલ પર એક પૉલ શૅર મૂકતા આ સવાલ પૂછ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તે લોકોએ આપેલા આદેશનું પાલન કરશે અને તે જ કરશે જે મોટાભાગના લોકો કહે છે. અગાઉ આ જ રીતે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલને રિસ્ટોર કરવા માટે એક પૉલ પણ જાહેર કર્યો હતો. લોકોના નિર્ણય બાદ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પત્રકારોનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ
તાજેતરમાં જ એલન મસ્કે વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર સહિત અનેક પત્રકારોના ટ્વિટર હેન્ડલ પણ સસ્પેન્ડ કર્યા હતા. એવો આરોપ છે કે આ લોકો તેમના લાઇવ લોકેશનને સાર્વજનિક કરીને તેમના પરિવાર અને તેમના જીવનને જોખમમાં મૂકતા હતા. આ પગલાં બદલ મસ્કની ઘણી ટીકા પણ થઈ હતી. આ પછી, યુરોપિયન યુનિયનએ પણ મસ્કને ચેતવણી આપી હતી કે ટ્વિટર ભવિષ્યના મીડિયા કાયદા હેઠળ પ્રતિબંધોને પાત્ર હોઈ શકે છે.
આ પણ વાંચો: વાંકીચૂંકી ચાલમાં મોટી વધ-ઘટ સાથે બજાર વધુ બગડ્યું, બધાં સેક્ટોરલ લાલ
આવું છે પૉલનું પરિણામ
લગભગ અડધા કલાકમાં 6,192,394 લોકોએ વોટ કર્યું હતું. 57.6 ટકા કરતાં વધુ વપરાશકર્તાઓએ `હા` જવાબ આપ્યો અને 42.4 ટકાએ `ના` પર ક્લિક કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે એલન મસ્ક અગાઉ ટ્વિટરમાં થયેલી છટણીને લઈને ચર્ચામાં હતા. બાદમાં એવી ઘણી ઘટનાઓ બની જેને કારણે એલન મસ્કે સમાચાર બનાવ્યા હતા. ટ્વિટરે તાજેતરમાં જ તેનો નવો એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત હવે ગોલ્ડન, સિલ્વર અને બ્લુ એમ ત્રણ રંગોમાં ટિક આપવામાં આવશે.