અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના વિજયમાં ઈલૉન મસ્કનો કેટલો મોટો ફાળો છે એ હવે જગજાહેર થઈ ગયું છે. આવામાં મસ્કનું સમર્થન ધરાવતા ક્રિપ્ટોકૉઇન - ડોઝકૉઇનનો ભાવ વધે નહીં તો જ નવાઈ.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના વિજયમાં ઈલૉન મસ્કનો કેટલો મોટો ફાળો છે એ હવે જગજાહેર થઈ ગયું છે. આવામાં મસ્કનું સમર્થન ધરાવતા ક્રિપ્ટોકૉઇન - ડોઝકૉઇનનો ભાવ વધે નહીં તો જ નવાઈ. બુધવારે એટલે કે ટ્રમ્પના વિજયના દિવસે ડોઝકૉઇનના ભાવમાં ૨૫ ટકાનો વધારો થયો હતો. જોકે પછીથી પ્રૉફિટ બુકિંગ થવાને લીધે ભાવ ઘટ્યો હતો. શુક્રવારે ફરી ૪.૩૮ ટકાની વૃદ્ધિ સાથે કૉઇન ૦.૨૦ ડૉલરના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ બિટકૉઇન અને ઇથેરિયમ પણ સતત વધી રહ્યા છે. શુક્રવારે આ બન્ને કૉઇનના ભાવમાં અનુક્રમે ૧.૭૩ ટકા અને ૪.૩૨ ટકાનો વધારો થયો હતો. બાઇનૅન્સ ૧.૦૯ ટકા, સોલાના ૮.૯૩ ટકા, રિપલ ૧.૦૧ ટકા, કાર્ડાનો ૧૭.૨૭ ટકા અને શિબા ઇનુ ૨.૪૮ ટકા વધ્યા હતા. એક અંદાજ મુજબ હવે ઇથેરિયમનો ભાવ ૨૯૨૮ ડૉલર છે, જે નજીકના ભવિષ્યમાં ૩૦૦૦ ડૉલરને પાર થઈ જશે.