મુહૂર્ત ટ્રેડિંગ ભારતમાં, પણ એનું જશન પાકિસ્તાનમાં હોય એમ કરાચી શૅરબજાર ૨૧૦૦ પૉઇન્ટ ઊછળીને ૯૧,૧૦૦ ઉપર બંધ થયું
માર્કેટ મૂડ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના નામે ઓળખાતા ફિરોઝ જીજીભોય ટાવરને દિવાળી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે BSEના મૅનેજિંગ ડિરેક્ટર ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિ અને બેઇન કૅપિટલના ચૅરપર્સન તથા ફાઉન્ડર અમિત ચંદ્રાએ બેલ વગાડીને એક કલાકના મુહૂર્તના ટ્રેડિંગની શરૂઆત કરાવી હતી.
મુહૂર્ત ટ્રેડિંગ ભારતમાં, પણ એનું જશન પાકિસ્તાનમાં હોય એમ કરાચી શૅરબજાર ૨૧૦૦ પૉઇન્ટ ઊછળીને ૯૧,૧૦૦ ઉપર બંધ થયું ઃ રીલિસ્ટિંગ બાદ તેજીની સર્કિટની હૅટ ટ્રિકમાં એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સનો શૅર ૧૨,૪૦૦ રૂપિયા વધી ૨.૬૦ લાખ રૂપિયાના શિખરે ઃ નવા સુકાનીની વરણીમાં MCX મુહૂર્ત ટ્રેડિંગમાં નરમ ઃ ૬૩ મૂન્સ આઇટી ઇન્ડેક્સમાં સતત બીજા દિવસે બેસ્ટ ગેઇનર બન્યો