જો ભારતે આબોહવા પરિવર્તન (કાર્ય) માટે જવું હોય તો વિકસિત વિશ્વએ અમને નાણાં આપવા પડશે જે એ સંમત થયા હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ભારતના G20 શેરપા અમિતાભ કાંતે સોમવારે જણાવ્યું હતું કે ૨૦૦૯માં પ્રતિબદ્ધ હોવા છતાં વિકસિત વિશ્વએ વિકાસશીલ દેશોને દર વર્ષે ૧૦૦ અબજ ડૉલર ક્લાઇમેટ ફાઇનૅન્સની મદદ કરી નથી. ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓ આવું કરવા માટે સજ્જ નથી અને તેમને પરિવર્તન કરવાની જરૂર છે. જો ભારતે આબોહવા પરિવર્તન (કાર્ય) માટે જવું હોય તો વિકસિત વિશ્વએ અમને નાણાં આપવા પડશે જે એ સંમત થયા હતા. અમે વિશ્વને પ્રદૂષિત કર્યું નથી. એમ છતાં, અમે આબોહવા પરિવર્તનથી પ્રભાવિત થઈશું એમ કાંતે જણાવ્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે વિકસિત વિશ્વ આબોહવા ન્યાયના સિદ્ધાંત પર સંમત થયું છે જેના ભાગરૂપે નાણાં ઉપલબ્ધ કરાવવાનાં હતાં અને ભારત જેવા દેશ સામેનો પડકાર ગ્રહને અસર કર્યા વિના ઔદ્યોગિક દેશમાં રૂપાંતરિત કરવા પર કેન્દ્રિત છે. નોંધનીય છે કે ૨૦૦૯માં વિકસિત દેશોએ આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવા વિકાસશીલ દેશોને મદદ કરવા માટે ૨૦૨૦ સુધીમાં દર વર્ષે ૧૦૦ અબજ ડૉલર સંયુક્ત રીતે એકત્રિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એ હજી સુધી મળ્યા નથી, જેના કારણે પ્રતિજ્ઞા પર કાર્યવાહી માટે વારંવાર કૉલ કરવામાં આવે છે.