દેશમાં ડીઝલની માગમાં ૧૫ ટકા કરતાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. કુલ ૩.૪૫ મિલ્યન ટન ડીઝલનું વેચાણ આ દરમ્યાન થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ડીઝલના વેચાણમાં એપ્રિલની શરૂઆતના ૧૫ દિવસ દરમ્યાન ભારે માગ આવતાં ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે કૃષિ પ્રવૃત્તિઓમાં વધારો અને ઔદ્યોગિક માગને કારણે આમ થયું હોવાનું જણાવવામાં આવે છે. દેશમાં ડીઝલની માગમાં ૧૫ ટકા કરતાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. કુલ ૩.૪૫ મિલ્યન ટન ડીઝલનું વેચાણ આ દરમ્યાન થયું હતું. આ જ સમયગાળા દરમ્યાન પેટ્રોલનું વેચાણ ૨ ટકા વધીને ૧.૧૪ મિલ્યન લિટર થયું છે. જોકે આંકડા દર્શાવે છે પહેલા વેચાણમાં દર મહિને ૬.૬ ટકાનો ઘટાડો થયો છે.