Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પુત્ર વિદેશ અભ્યાસ કરવા જતાં મનમાં આવેલ ઇન્સ્ટા ફૂડનો વિચાર આજે બિઝનેસ બની ગયો

પુત્ર વિદેશ અભ્યાસ કરવા જતાં મનમાં આવેલ ઇન્સ્ટા ફૂડનો વિચાર આજે બિઝનેસ બની ગયો

Published : 27 January, 2023 01:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરેથી દૂર રહેતા લોકો માટે ઘરનું ભોજન એટલે ઇન્સ્ટાફૂડ : ત્રણ મહિલાઓએ મળી શરૂ કરેલ ઇન્સ્ટા ફૂડ આજે ઘરેથી બહાર રહેતા લોકોની પ્રથમ પસંદ

ઇન્સ્ટા ફૂડ

ઇન્સ્ટા ફૂડ


આપણે ઘણીવાર એક કહેવત સાંભળતા હોઇએ છીએ કે જરૂરિયાત એ શોધની માતા છે, અને ઘણાં નવા ઇનોવેશને આ બાબતને સાચી ઠેરવી છે. તેનું પ્રમુખ ઉદાહરણ ઇન્સ્ટાફૂડ છે. આ ઇઝી ટુ કૂક બ્રાન્ડ હાલમાં 25થી વધુ વાસ્તવિક ભારતીય વાનગીઓ ઓફર કરે છે અને આગામી વર્ષોમાં તેમાં વધારો કરવાની આશા રાખે છે. વર્ષ 2021માં શરૂ થયેલી ઇન્સ્ટાફૂડની સફર ખૂબજ રસપ્રદ છે.


વર્ષ 2018માં એક યુવાન અને મહાત્વાકાંક્ષી વિદ્યાર્થીએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું નક્કી કર્યું. જોકે, વિદેશ પહોંચીને ત્યાં સ્થાયી થયાં બાદ તેને પોષ્ટિક આહાર અને ઘર જેવાં ભારતીય ભોજનનો અભાવ હોવાનો અહેસાસ થયો. તેમની માતા દર્શનાબેને આ સમસ્યાનો જાતે જ ઉકેલ લાવવાનું નક્કી કર્યું તથા સમસ્યાનો ઉકેલ તરીકે એવો આહાર તૈયાર કર્યો કે જેને ફ્લેવર અને પોષણમૂલ્યોની જાળવણી કરતાં લાંબા સમય સુધી જાળવી શકાય.



દર્શનાબેન મદદ કરી શક્યાં નહીં, પરંતુ તેમને આરોગ્યપ્રદ આહાર સંબંધિત મૂશ્કેલીનો સામનો કરતાં હજારો-લાખો વિદ્યાર્થીઓની ચિંતા થઇ. આથી તેમણે વધુ અભ્યાસ કર્યો અને ડેટા એકત્રિત કર્યો, જ્યાં તેમને સમજાયું કે પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી ટેકનીક અને પદ્ધતિઓથી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે. આથી તેમણે પરિવાર અને મિત્રો સાથે ચર્ચા કરી. દર્શનાબેન, મધુબેન અને તેજલબેને ઇઝી-ટૂ-કુક ફૂડ તૈયાર કરવાના બિઝનેસમાં પ્રવેશીને એવી બ્રાન્ડ તૈયાર કરવાનો નિર્ણય કર્યો કે જે રસોઇના સ્વાસ્થ્ય સંબંધિત પાસાઓ સાથે ક્યારેય સમાધાન ન કરે.


તેનાથી ઇન્સ્ટાફૂડ નામની બ્રાન્ડનો જન્મ થયો. આ ઇઝી ટુ કૂક બ્રાન્ડ ઘરથી દૂર રહેતાં દરેક વ્યક્તિને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ભોજન પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે. તેમણે ભોજનના સંગ્રહ માટે ફ્રીઝ-ડ્રાઇંગ પદ્ધતિથી વિપરિત નેચરલ ડ્રાઇંગ પદ્ધતિ લાગુ કરી છે, જેથી વ્યક્તિના આરોગ્ય ઉપર લાંબાગાળે કોઇપણ પ્રકારની નકારાત્મક અસર થાય નહીં. નેચરલ ડ્રાઇંગ પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે ભોજનના પોષકતત્વો અને સ્વાદ જળવાઇ રહે અને તેમાં કોઇપણ પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશિયલ કલર્સનો ઉપયોગ કરવાની જરૂર રહે નહીં. ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાફૂડ 100 ટકા શાકાહારી અને જૈન વિકલ્પો ઓફ કરે છે. તેઓ વાસ્તવિક ભારતીય ભોજનનું મેનૂ આપે છે, જે ચોક્કસપણે ઘર જેવા ભોજનની યાદ તાજી કરાવે છે.

વિશ્વભરમાં ઘરથી દૂર રહેતાં વિદ્યાર્થીઓ અથવા વ્યક્તિઓ ઘરે બનાવેલા ભોજનની અનુપસ્થિતિનો અહેસાસ ન કરે તથા ભુખ્યાં ન સૂઇ રહે તે સુનિશ્ચિત કરવાનું કંપનીએ બીડું ઝડપ્યું છે.


આજની વ્યસ્ત જીવનશૈલીમાં ટેકઆઉટ આપણા જીવનનો હિસ્સો બની ગયા છે ત્યારે ઇન્સ્ટાફૂડ ઘરે જ ભોજન તૈયાર કરવાને પ્રોત્સાહન આપે છે. ટેકઅવે અનુકૂળ હોવા છતાં તેની સાથે આરોગ્ય સંબંધિત જોખમો પણ સંકળાયેલા છે. આ પરિસ્થિતિમાં ઇન્સ્ટાફૂડ આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.

દર્શનાબેન, મધુબેન અને તેજલબેન કંપનીને નવી ઊંચાઇએ લઇ જવા માટે સતત કાર્યરત છે. દર્શનાબેન રેસિપિ ઉપર ધ્યાન આપે છે ત્યારે મધુબેન અને તેજલબેન કંપનીની વૃદ્ધિ સંબંધિત કામગીરી સંભાળે છે. વિશ્વભરના લોકોને આરોગ્યપ્રદ ભોજન પૂરું પાડવાના મીશન સાથે આ ત્રણેયને શેતા એક્સપોર્ટ્સ અને પરિવારજનો તરફથી પણ ઘણો સહયો મળ્યો છે, જેઓ તેમના પિલ્લર્સ સમાન છે. તેઓ ભેગા મળીને ઇન્સ્ટાફૂડને નવી ઊંચાઇએ લઇ જવા સક્રિયપણે કામ કરી રહ્યાં છે.

Find out more about them by visiting: https://shopinstafood.com/.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2023 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK