વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સુધારો નોંધાયો હતો.
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયા ક્રિપ્ટોકરન્સીમાં થનારા સરહદપારના પેમેન્ટ માટે આગામી વર્ષથી નિયમન લાગુ કરશે. ક્રિપ્ટોમાં વ્યવહાર કરનારા બિઝનેસે ૨૦૨૫ના ઉત્તરાર્ધથી નિયમનકાર પાસે નોંધણી કરાવવાની રહેશે અને એને લગતું રિપોર્ટિંગ પણ કરવાનું રહેશે એમ દેશના નાણામંત્રાલયે જાહેર કર્યું છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધીમાં સાઉથ કોરિયામાં વિદેશી હૂંડિયામણને લગતા ગુનાઓમાં આશરે આઠ અબજ ડૉલર જેટલી રકમ સંકળાયેલી છે. એમાંથી ૮૧.૩ ટકા કિસ્સાઓમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થયો હોવાનું કસ્ટમ્સ એજન્સીએ જણાવ્યું છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સુધારો નોંધાયો હતો. બિટકૉઇન ૧.૦૩ ટકા વધીને ૬૮,૪૫૦ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમ ૧.૦૬ ટકાની વૃદ્ધિ સાથે ૨૫૫૩ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. બાઇનૅન્સમાં ૦.૩૨ ટકા, સોલાનામાં ૦.૨૯ ટકા, ટ્રોનમાં ૧.૮૩ ટકા તથા કાર્ડાનોમાં ૦.૯ ટકા વૃદ્ધિ થઈ હતી, જ્યારે અવાલાંશ ૦.૪૫ ટકા અને ડોઝકૉઇન ૨.૧૯ ટકા ઘટ્યા હતા.