વર્લ્ડના તમામ દેશોના ઇન્ફ્લેશન સિગ્નલ સોનાની માર્કેટ માટે સપોર્ટિવ
ગોલ્ડ
અમેરિકાના મે મહિનાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા ઑફિશિયલ અને પ્રાઇવેટ એજન્સીના સર્વેમાં સ્ટ્રૉન્ગ આવ્યા હતા, ઉપરાંત શુક્રવારે જાહેર થનારા મે મહિનાના નોન ફાર્મ પે-રોલ ડેટા એકદમ બુલિશ આવવાના અંદાજથી કરન્સી બાસ્ટેકમાં સતત ઘટતો ડૉલર સુધર્યો હતો અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ સુધર્યા હતા જેને કારણે સોનામાં નવી ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું અને પ્રૉફિટ બુકિંગ જોવા મળતાં સોનાના ભાવ ઘટ્યા હતા જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૬૨ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકાના બુલિશ મૅન્યુફૅક્ચરિંગ ડેટા જાહેર થતાં ફેડની ઇઝી મૉનેટરી પૉલિસીમાં ફેરફાર થવાની શક્યતા ઊભી થતાં ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધર્યા હતા. અમેરિકાના મે મહિનાના નોન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે જેમાં મે મહિનામાં ૬.૪૫ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે, એપ્રિલમાં ૨.૬૬ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની છે. બુલિશ મૅન્યુફૅક્ચરિંગ ડેટાની સાથે જૉબડેટા પણ અંદાજ પ્રમાણે સ્ટ્રૉન્ગ આવે તો ફેડને ઇઝી મૉનેટરી પૉલિસી લાંબો સમય જાળવી રાખવાના સ્ટેન્ડમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે અને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને બૉન્ડ બાઇંગ ઓછું કરવાની દિશામાં વિચારણા શરૂ થઈ શકે છે. આવા સંજોગો દેખાવા લાગતાં ડૉલર સુધર્યો હતો અને સોનામાં પ્રૉફિટ બુકિંગ વધ્યું હતું જેને કારણે વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી હતી. વળી ઑસ્ટ્રેલિયન પર્થ મિન્ટમાં ગોલ્ડ કૉઇન્સનું વેચાણ મે મહિનામાં ૧૦ ટકા ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમના ભાવ પણ ઘટ્યા હતા.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ઑફિશિયલ મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ મેમાં વધીને ૬૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૬૦.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૬૦.૯ ટકા હતો જ્યારે પ્રાઇવેટ એજન્સીનો મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ મેમાં વધીને ૬૨.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૬૦.૫ પૉઇન્ટ હતો. અમેરિકામાં કન્સ્ટ્રકશન સ્પેન્ડીંગ એપ્રિલમાં ૦.૨ ટકા વધ્યું હતું જે માર્ચમાં એક ટકા વધ્યું હતું. યુરો એરિયાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ વધીને એક ટકાએ પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૦.૯ ટકા હતો. ઑસ્ટ્રેલિયાનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ ૧.૮ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૩.૨ ટકા રહ્યો હતો પણ માર્કેટની ધારણા ૧.૫ ટકાની હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધર્યા હતા તેને કારણે સોનું ઘટ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ક્રૂડતેલના વર્લ્ડના સૌથી મોટા વપરાશકાર અમેરિકામાં મેમોરિયલ ડેના હોલી-ડે નિમિત્તે અત્યાર સુધીનું હેવીએસ્ટ ડ્રાઇવિંગ જોવા મળ્યું હતું. હાલ અમેરિકામાં ગૅસોલીનના ભાવ ત્રણ વર્ષની ઊંચાઈએ અને વાહનોમાં વપરાતા ગૅસના ભાવ સાત વર્ષની ઊંચાઈએ ચાલી રહ્યા છે. અમેરિકામાં હાલ સમર સીઝન ચાલી રહી છે. કોરોનાનાં નિયંત્રણો હળવાં થયાં બાદ હાલ અમેરિકાની સડકો પર એકાએક અવરજવર વધતાં ગૅસોલીન અને ગૅસનો વપરાશ અનેકગણો વધ્યો છે. અમેરિકાના એનલિસ્ટોના મતે આગામી દિવસોમાં ગૅસોલીન અને ગૅસનો ઉપયોગ સતત વધતો રહેશે જે ગૅસોલીન અને ગૅસના ભાવને વધુ ઊંચકાવશે. આમ અમેરિકા સહિત તમામ ધનિક દેશોના અૅનર્જી વપરાશના ડેટા હાઇલી બુલિશ નોટ સાથે આવી રહ્યા છે. વૅક્સિનેશનની સફળતાં અને ફાસ્ટ ઇકૉનૉમિક રિકવરીને કારણે ઇન્ફ્લેશન સિગ્નલ સોનાની તેજી માટે સપોર્ટિવ બની રહ્યા છે. આવા સમયે જ્યાં સુધી ફેડ અને અન્ય સેન્ટ્રલ બૅન્કો મૉનેટરી પૉલિસીમાં ચેન્જ કરવાનો સંકેત નહીં આપે ત્યાં સુધી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેશે, પણ જ્યારે વર્લ્ડની કોઈ પણ સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની પહેલ કરશે તે દિવસથી સોનામાં તેજીની પીછેહઠ ચાલુ થશે. બૅન્ક ઑફ ઇગ્લૅન્ડના એક મેમ્બરે આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ચર્ચા શરૂ કરવાની સલાહ આપી છે, જો આ મુજબ ચર્ચા ચાલુ થશે તો પણ સોનામાં તેજીના ફંડામેન્ટ્સ નબળા પડશે. વર્લ્ડની ઇકૉનૉમિક અને જિઓપોલિટિકલ સ્થિતિ જુલાઈ સુધી યથાવત્ રહી તો સોનું જુલાઈ સુધી વધતું રહેશે, ત્યાર બાદ કોરોનાની સ્થિતિ અને ઇકૉનૉમિક રિકવરી સોનાની તેજીનું ભાવિ નક્કી કરશે.