સીડીએસએલની સિસ્ટમ ફેલ થઈ જવાથી પે-ઇન, પે-આઉટ, માર્જિન માટે પ્લેજ અથવા અનપ્લેજની કામગીરી સાઇબર અટૅકને પગલે થઈ શકી નહોતી,
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (સીડીએસએલ)ની સિસ્ટમ્સ પર્યાપ્ત ચેક્સ અને વેલિડેશન્સ બાદ પુનઃ લાઇવ કરવામાં આવી છે. અન્ય માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (એમઆઇઆઇએસ)ના સંકલનમાં વેપાર દિવસ શુક્રવારે ૧૮ નવેમ્બરે બાકી રહેલા કામકાજને સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે, એમ સીડીએસએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહીં એ નોંધીએ કે શુક્રવારે દેશની આ સૌથી મોટી ડિપોઝિટરી પર સાઇબર અટૅક થયો હતો એને પગલે એની કામગીરીને અસર થઈ હતી. સીડીએસએલની સિસ્ટમ ફેલ થઈ જવાથી પે-ઇન, પે-આઉટ, માર્જિન માટે પ્લેજ અથવા અનપ્લેજની કામગીરી સાઇબર અટૅકને પગલે થઈ શકી નહોતી, એમ બ્રોકરોએ કહ્યું હતું.