છેલ્લા એક અઠવાડિયામાં ચણામાં તેજીની સતત આગેકૂચ
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા એક અઠવાડિયાથી ચણાના ભાવમાં તેજી રહી છે. નિષ્ણાતો ફેબ્રુઆરી મહિનાથી જ સલાહ આપી રહ્યા છે કે ચણામાં લેવાલી કરવી જોઈએ. એવામાં ગત સપ્તાહથી સ્પોટ ચણામાં મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો છે.
ચણાનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાએ સ્ટોકિસ્ટો ધીરે-ધીરે સક્રિય થઈ રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષથી વેપારીઓને ચણામાં લાભ થતો નહોતો એથી આ વખતે તેઓ ઉતાવળ કરવા માગતા નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ચણાની વાવણી ૩૦થી ૩૫ ટકા ઓછી થવાનો અંદાજ છે.
ADVERTISEMENT
ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ચણાનું ઉત્પાદન આ સીઝમાં ૭૦ લાખ ટનથી વધુ નથી. નાફેડ અને પ્રાઇવેટ સ્ટૉક ૨૨-૨૫ લાખ ટન રહેવાનો અંદાજ છે. ચણાનું ઉત્પાદન ઓછું થવાના અંદાજે ભાવમાં વધારો રહેશે એ નક્કી છે. દિલ્હી ચણામાં હજી તેજી જોવા મળી શકે છે. નિષ્ણાતો લાંબા ગાળા માટે દિલ્હી ચણામાં કમસે કમ ૫૮૦૦-૬૦૦૦ રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપી રહ્યા છે.