કઠોળની આયાત પાંચ મહિનામાં સવાબે ગણી વધતાં આયાત પરની નિર્ભરતા આસમાની ઊંચાઈએઃ કઠોળનું વાવેતર સાડાસાત ટકા વધતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા આયાત પર નિયંત્રણોની તાતી જરૂરિયાત
કૉમોડિટી વૉચ
દાળ-કઠોળની પ્રતીકાત્મક તસવીર
દેશનાં તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી ટર્મમાં ત્વરિત ઍક્શન લઈ રહી છે. તાજેતરમાં ખાદ્ય તેલોની આયાત-ડિપેન્ડન્સી ઘટાડીને દેશને આત્મનિર્ભર બનાવવા ખાદ્ય તેલોની આયાત-ડ્યુટીમાં ઇફેક્ટિવ બાવીસ ટકાનો વધારો કર્યો હતો એ જ રીતે હવે દાળ-કઠોળની ઝડપથી વધતી આયાત-ડિપેન્ડન્સી દૂર કરવા સરકારે ત્વરિત પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. દાળ-કઠોળની આયાત-ડિપેન્ડન્સી દૂર કરવા આયાત પર નિયંત્રણ રાખવા માટે શ્રેષ્ઠ અનુકૂળતા ઊભી થઈ છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં દાળ-કઠોળના ભાવમાં આઠથી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને ચાલુ ખરીફ સીઝનમાં દેશનું કઠોળનું વાવેતર સાડાસાત ટકા વધ્યુંહોવાથી હવે આગામી સમયમાં જો સરકાર આયાત પર નિયંત્રણો નહીં લાદે તો દાળ-કઠોળના ભાવ વધુનીચા જશે જેનાથી ગ્રાહકોને રાહત મળશે, પણ ખેડૂતોને નીચા ભાવમળતાં આગામી સીઝનમાં ખેડૂતો કઠોળનું વાવેતર ઘટાડશે જેનુંનુકસાન લાંબા સમય સુધી ભોગવવાનું થશે.