Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Byju’s Crisis: બાયજુના ફાઉન્ડર વિરુદ્ધ રોકાણકારોએ ખખડાવ્યો એનસીએલટીનો દરવાજો

Byju’s Crisis: બાયજુના ફાઉન્ડર વિરુદ્ધ રોકાણકારોએ ખખડાવ્યો એનસીએલટીનો દરવાજો

Published : 23 February, 2024 06:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એડટેક સ્ટાર્ટઅપ બાયજુ (Byju`s Crisis)ના ચાર રોકાણકારોએ એનસીએલટીની બેંગલુરુ બેન્ચ સમક્ષ કંપનીના મેનેજમેન્ટ સામે જુલમ અને ગેરવહીવટનો કેસ દાખલ કર્યો છે

બાયજુ રવિન્દ્રન

બાયજુ રવિન્દ્રન


એડટેક સ્ટાર્ટઅપ બાયજુ (Byju`s Crisis)ના ચાર રોકાણકારોએ એનસીએલટીની બેંગલુરુ બેન્ચ સમક્ષ કંપનીના મેનેજમેન્ટ સામે જુલમ અને ગેરવહીવટનો કેસ દાખલ કર્યો છે, જેમાં બાયજુ (Byju`s Crisis)ના સીઈઓ બાયજુ રવિન્દ્રન સહિતના સ્થાપકોને કંપની ચલાવવા માટે અયોગ્ય જાહેર કરવા અને નવા બોર્ડની નિમણૂક કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાઈટ ઈસ્યુને અમાન્ય જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, 22 ફેબ્રુઆરીની સાંજે એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) સમક્ષ દાવો દાખલ કરવામાં આવ્યો હતો.


રોકાણકારો સ્ટાર્ટઅપમાં કથિત `ગેરવહીવટ અને નિષ્ફળતાઓ` માટે બાયજુ (Byju`s Crisis)ના બોર્ડમાંથી રવિન્દ્રન અને તેના પરિવારની હકાલપટ્ટીની માગ કરી રહ્યા છે. પિટિશનમાં ફોરેન્સિક ઑડિટ અને રોકાણકારો સાથે માહિતી શેર કરવા મેનેજમેન્ટને સૂચના આપવાની પણ માગ કરવામાં આવી હતી. દસ્તાવેજો અનુસાર, રોકાણકારોએ વર્તમાન મેનેજમેન્ટને કંપની ચલાવવાથી ગેરલાયક ઠેરવવાની અને નવા CEO અને નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂકની માગ કરી છે. કંપનીએ એવી કોઈ કૉર્પોરેટ કાર્યવાહી ન કરવી જોઈએ જેનાથી રોકાણકારોના અધિકારો પર પ્રતિકૂળ અસર થાય તેવો નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.



બાયજુ (Byju`s Crisis)ની પેરેન્ટ કંપની થિંક ઍન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડના શેરધારકો 23 ફેબ્રુઆરીએ રવિન્દ્રન અને તેના પરિવારને કંપનીના બોર્ડમાંથી હાંકી કાઢવાની માગણીના ઠરાવ પર મતદાન કરી રહ્યા છે. આ મતદાન કંપનીના કેટલાક રોકાણકારો દ્વારા બોલાવવામાં આવેલી અસાધારણ સામાન્ય સભામાં થઈ રહ્યું છે. બાયજુ રવિન્દ્રન અને તેનો પરિવાર આ બેઠકમાં ભાગ લઈ રહ્યો નથી.


કયા 4 રોકાણકારોએ અરજીને ટેકો આપ્યો?

આ પિટિશન પર ચાર રોકાણકારો પ્રોસુસ, જીએ, સોફિના અને પીક એક્સવાય દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ટાઇગર અને આઉલ વેન્ચર્સ સહિતના અન્ય શેરધારકોના સમર્થન છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ શેરધારકો, કર્મચારીઓ અને ગ્રાહકોને નુકસાનથી બચાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.


બાયજુઝના સીઈઓ સામે ઈડીએ લુકઆઉટ નોટિસ જારી કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગુરુવારે બાયજુઝના સીઈઓ બાયજુ રવીન્દ્રન સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. એન્જસીએ ઑન્ટ્રપ્રનરને ભારત ન છોડવાનો નિર્દેશ આપ્યો છે. રવીન્દ્રનને ૧૮ મહિનાથી વધુ સમયના ઇન્ટિમેશન પર એલઓસી જારી કરવામાં આવ્યું હતું. ઈડીની કોચી ઑફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ બૅન્ગલોર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં રવીન્દ્રને ઘણી વાર દિલ્હી, દુબઈ અને બૅન્ગલોરની મુલાકાત લીધી છે. હાલમાં બાયજુઝના સીઈઓ દુબઈમાં છે અને સિંગાપોરની ટ્રિપ પ્લાન કરી રહ્યા છે. જોકે એક સિનિયર અધિકારીએ બ્યુરો ઑફ ઇમિગ્રેશન પાસેથી રિવાઇઝ્ડ એલઓસીની વિનંતી કરી હતી, જેથી ભારત પરત ફરતાં રવીન્દ્રન દેશ છોડી ન શકે. રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા નવેમ્બરમાં એજન્સીએ બાયજુઝની પેરન્ટ કંપની થિંક ઍન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ અને રવીન્દ્રન પર કુલ ૯૩૬૨.૩૫ કરોડ રૂપિયાના ફેમાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને શો કૉઝ નોટિસ જારી હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2024 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK