ક્રિપ્ટો માર્કેટમાં સાર્વત્રિક ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
ટ્રેડિંગ વૉલ્યુમની દૃષ્ટિએ વિશ્વના બીજા ક્રમાંકના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ–બાયબિટે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ અને સંસ્થાકીય ક્લાયન્ટ્સ માટે પ્રાઇવેટ વેલ્થ મૅનેજમેન્ટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ડિજિટલ ઍસેટ્સમાં જોખમ વ્યવસ્થાપન અને ઍસેટ એલોકેશનના ક્ષેત્રે આવી સેવાની ખાસ જરૂર છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. બિટકૉઇન ૧.૯૭ ટકા અને ઇથેરિયમ ૩.૪૦ ટકા ઘટીને અનુક્રમે ૧,૦૫,૦૭૫ અને ૩૮૭૦ ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. એક્સઆરપીમાં ૫.૧૫ ટકા, સોલાનામાં ૩.૭૩ ટકા, બીએનબીમાં ૦.૯૨, ડોઝકૉઇનમાં ૫.૦૬, કાર્ડાનોમાં ૬.૨૦, ટ્રોનમાં ૭.૭૦ અને અવાલાંશમાં ૭.૯૧ ટકાનો ઘટાડો થયો હતો.