Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રિપ્ટોની આગેવાનીએ રિસ્કઑન ઍસેટમાં તેજીનું કમબૅક

ક્રિપ્ટોની આગેવાનીએ રિસ્કઑન ઍસેટમાં તેજીનું કમબૅક

Published : 03 April, 2023 02:50 PM | IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

દ્વિપક્ષી વેપારોમાં ૧૮ દેશો દ્વારા રૂપિયાને સ્વીકૃતિ – ટેક શૅરો અને હાઇગ્રેડ બૉન્ડમાં તેજી

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

કરન્સી કૉર્નર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


અમેરિકા અને યુરોપમાંથી બૅ​ન્કિંગ કટોકટીનો ભય ટળતાં બિટકૉઇન અને ઇથરની આગેવાની તમામ રિસ્કઑન ઍસેટમાં તેજીની ઘરવાપસી થઈ છે. ક્રિપ્ટો ઍસેટ્સમાં શાનદાર તેજી થઈ છે. બિટકૉઇન ત્રણ મહિનામાં ૧૬,૦૦૦થી વધીને ૨૯,૪૦૦ થયો છે. ઇથર ૧૨૦૦થી વધીને ૧૮૫૦ થયો છે. યુરો, પાઉન્ડ અને યેન જેવી મેઇનસ્ટ્રીમ કરન્સીમાં નોંધપાત્ર તેજી થઈ છે. કોરિયા વોન, યુઆન, મલેશિયા રિંગિટ, ઇન્ડોનેશિયા રૂપિયા જેવી ઇમર્જિંગ કરન્સીમાં પણ તેજી થઈ છે. 


સ્થાનિક બજારમાં રૂપિયો રેન્જબાઉન્ડ છે. ૮૩ના સ્તરેથી રૂપિયો વારંવાર બાઉન્સ આપે છે અને હાલ ૮૨.૧૦-૮૨.૪૦ વચ્ચે અથડાય રહ્યો છે. રિઝર્વ બૅન્ક ડૉલર પરનું વધારેપડતું અવલંબન ઘટાડવા ઘણાખરા દેશો સાથે બાઇલૅટરલ ટ્રેડમાં રુપી-વેપારને પ્રોત્સાહન આપી રહી છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, દુબઈ સહિત અંદાજ ૧૮ દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં રૂપિયો સેટલમેન્ટ કરન્સી તરીકે વપરાય એવા સંકેતો છે. ડીડૉલરાઇઝેશનના ઝોકરૂ​પે બાઇલૅટરલ ટ્રેડ વિકસી રહ્યા છે. બ્રાઝિલ અને ચીન વચ્ચે કૉમોડિટી અને વાઇટ ગુડ્સનો વેપાર મોટો હોવાથી હવે બ્રાઝિલની ફૉરેક્સ રિઝર્વમાં યુરો કરતાં યુઆન આગળ નીકળી ગયો છે. ઇન્ટરનૅશનલ ટ્રેડમાં ડૉલર હજૂ પણ નોંધપાત્ર હિસ્સા સાથે ટૉપ પર છે. યુઆન હવે ટૉપ પાંચમાં આવ્યો છે. જોકે અમેરિકન બૉન્ડ બજારની સાઇઝ, મિલિટરી સુપ્રીમસી, મૅ​રિટાઇમ ડૉમિનન્સ, ડૉલરનો ફ્રી ફ્લોટ જોતાં નજીકના ભવિષ્યમાં ડૉલરનું રિઝર્વ કરન્સી તરીકે સ્થાન જોખમાય એવી શક્યતા નહીંવત્ છે.



 અમેરિકાની વાત કરીએ તો બજારની નજર શુક્રવારના જૉબડેટા પર છે. બજારને હવે રેટ વધારાનો ડર નથી. વરસના અંત પહેલાં રેટકટ આવવા પર ભરોસો છે. લિ​ક્વિડિટી સપ્લાય દેખાય રહ્યો છે. રિસ્ક ઍપેટાઇટના કમબૅકથી બિટકૉઇન અને ઇથર સમેત પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી જોરદાર બાઉન્સબૅક થઈ છે. બિટકૉઇન છ મહિનામાં ૪૦ ટકા વધ્યો છે. ડૉલર છ મહિનામાં ૧૨ ટકા ઘટ્યો છે. ડૉલરની નરમાઈ વ્યાપક છે. ફેડની બૅલૅન્સ-શીટમાં નોંધપાત્ર ઉછાળો છે, ટેકશૅરોમાં શાનદાર તેજી થઈ છે. ટેસ્લા, મેટા અને ઘણાખરા સેમી કન્ડક્ટર સ્ટૉક્સ ૫૦-૮૦ ટકા વધ્યા છે.


ક્વોટેશનમાં જોરદાર તેજી છે. હાઇગ્રેડ કૉર્પોરેટ બૉન્ડમાં તેજીનું કમબૅક છે. શૅરબજારમાં દરેક ઘટાડે બાયર ઍ​ક્ટિવ રહે છે, મંદીની આગાહીઓ ખોટી પડી રહી છે. અમેરિકામાં જૉબ માર્કેટ, રીટેલ સેલ્સ, સર્વિસ સેક્ટર ઘણાં મજબૂત છે. આગળ જતાં મેમાં ફેડ એકાદ રેટહાઇક કરે તો કરે બાકી વરસના અંત પહેલાં એક-બે રેટકટ લગભગ નક્કી દેખાય છે. રીનનલ બૅન્કોના આડકતરા બેલઆઉટમાં તાજેતરમાં એફડીઆઇસીને ૨૩ અબજ ડૉલરની હીટ લાગી હતી એ માટે મોટી બૅન્કોને ‘સહયોગ’ આપવા જણાવાયું છે.

યુરોપમાં પાઉન્ડ, યુરો વગેરે કરન્સીમાં નોંધપાત્ર સુધારો છે. યુરો ગયા વરસે ૦.૯૪ થઈ ગયો હતો એ હાલ ૧.૦૯ છે અને આગળ પર ૧.૧૨-૧.૧૩ થવાની શક્યતા છે. નૅચરલ ગૅસ, વીજળીના ભાવોમાં મોટો કડાકો, ઘઉં, મકાઈ, પામતેલ વગેરે સસ્તાં થતાં ફુગાવા પર કાબૂ આવે. યુરોપ મંદીથી બચી ગયું છે. યુકેમાં ફરી જમીન-મકાનમાં બાર્ગેઇન બાયરો ઍ​ક્ટિવ થઈ ગયા હોય એમ લાગે છે. પાઉન્ડમાં ગયા ઑક્ટોબરમાં ૧.૦૫ સુધીના ભાવ થઈ હાલ પાઉન્ડ ૧.૨૪ છે. આગળ ૧.૨૮-૧.૩૦ની શક્યતા છે. યુકેમાં આર્થિક મંદી ચાલુ છે, પણ તાજેતરની સ્વિસ બૅ​ન્કિંગ ક્રાઇસિસ પછી યુકેને ઑલ્ટરનેટ સેફ હેવનનો લાભ મળ્યો છે. એશિયામાં ચીની શૅરોમાં શાનદાર રિકવરી છે. ટેક શૅરો પણ થોડા સુધર્યા છે. ડૉલરની મંદીથી ડૉલર-ડેબ્ટ ધરાવતા દેશો, કૉર્પોરેટ બૉરોઅરને થોડી રાહત થશે.


શૉર્ટ ટર્મ આઉટલુક અને રેન્જ-રૂપિયો ડૉલર સામે સ્ટેબલ, પણ યુરો અને પાઉન્ડ સામે નરમ દેખાય છે. ડૉલર-રુપી રેન્જ ૮૧.૮૦-૮૨.૮૦, યુરો-રુપી રેન્જ ૮૬-૯૨, પાઉન્ડ રુપી ૯૭-૧૦૩. ક્રૉસ ટ્રેડમાં યુરો રેન્જ ૧.૦૭-૧.૧૧, યેન ૧૨૭-૧૩૪, પાઉન્ડ ૧.૨૧-૧.૨૫ અને ડૉલર ઇન્ડેક્સ ૧૦૦-૧૦૪, બિટકૉઇન ૨૬,૦૦૦-૩૨,૦૦૦ ગણાય. ડૉલરમાં નરમાઈ જોતાં હાલપૂરતું યુરો-પાઉન્ડ, યેન મજબૂત રહેશે. યુઆનમાં પણ સુધારો જળવાતો દેખાય છે. યુરો, પાઉન્ડની તેજીને કારણે રૂપિયાને ડૉલરની મંદીનો લાભ કદાચ ઓછો મળે એટલે રૂપિયો રેન્જબાઉન્ડ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2023 02:50 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK