Jio Fiber સામે BSNL Rs 700માં આપશે લેન્ડલાઇન, બ્રૉડબૅન્ડ, સેટ-ટૉપ બૉક્સ
પ્રતીકાત્મક તસવીર
BSNL લોકલ કેબલ ટીવી સેવા પ્રદાતાઓ સાથે મળીને જીયો ફાઇબરને માત આપવાની યોજના બનાવી રહ્યું છે. ટેલીકૉમટૉક પ્રમાણે BSNLએ Vizagમાં લોકલ ટીવી કેબલ ઑપરેટર્સ સાથે ટ્રિપલ પ્લે સેવા માટે વાતચીત પણ કરી લીધી છે. આ કૉલેબરેશનમાં કેબલ ટીવી ઑપરેટર્સ ગ્રાહકોને સેટ-ટૉપ બૉક્સ ડિલીવર કરશે. તો BSNL લેન્ડલાઇન અને બ્રૉડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવશે. આમાં ત્રણે સેવાઓ એક ઑપ્ટિકલ ફાઇબર કેબલ હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, આ સેવાઓ કેબલ ટીવી સેવા પ્રદાતા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. Jio Fiberની જેમ જ BSNL અને કેબલ ટીવી ઑપરેટર્સ ત્રણે કનેક્ટિવ્સ વચ્ચે ONT ડિવાઇસ ઉપલબ્ધ કરાવશે. જેને ખ્યાલ નથી તેને જણાવી દઈએ કે જીયો ફાઈબર પણ BSNLની જેમ જ ટ્રિપલ પ્લે પ્લાન જેવી સેવાઓ ઑફર કરશે.
BSNL Triple Play Plan: શું થઈ શકે છે આ સર્વિસમાં?
BSNL ભારતમાં 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સાથે ટૉપ બ્રૉડબેન્ડ કંપનીઓમાંની એક છે. જો કે, Reliance Jio 6 મહિનાથી પણ ઓછા સમયમાં પોતાના જીયો ફાઈબર બંડલ્ડ પ્લાન્સ સાથે તેનાથી આગળ જવાની યોજનામાં છે. હાલ, BSNL પોતાના ગ્રાહકોને લેન્ડલાઇન અને બ્રૉડબેન્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે, પણ જીયો ફાઈબર લેન્ડલાઇન, બ્રૉડબેન્ડ અને કેબલ ટીવી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. તેને ટક્કર આપવા BSNL કેટલાય શહેરોમાં લોકલ કેબલ ટીવી ઑપરેટર્સ સાથે પાર્ટનરશિપ કરે છે
ADVERTISEMENT
આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?
BSNL Triple Play Plans પણ Jio Fiberની જેમ જ Rs 700થી થઈ શકે છે શરૂ
હવે તમારા મનમાં ઉઠતો સૌથી પહેલો પ્રશ્ન એ હશે કે BSNL ટ્રિપલ પ્લે પ્લાનની કિંમત શું હશે? રિપોર્ટ પ્રમાણે, સરકાર દ્વારા અધિકૃત PSU પ્લાન્સને રૂ।.700 નજીક લાવી શકે છે. હાલ, BSNL લેન્ડલાઇન પ્લાન પ્રતિ મહિને રૂ. 170માં અને બ્રૉડબેન્ડ પ્લાન ઔસત પ્લાન રૂ. 440 પ્રતિ મહિને આવે છે. સ્ટાન્ડર્ડ ટીવી ઑપરેટર હાલ 200થી 300 રૂ. પ્રતિ માસ લે છે. કુલ મળીને, આ બધાની કિંમત રૂ. 900 જેટલી થાય છે. BSNL આ બધી જ સેવાઓ રૂ. 700માં ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નમાં છે. કંપની આ પ્લાનને આ વર્ષે દશેરા પહેલા લાવી શકે છે.