કેટલીક વ્યક્તિઓે રિસર્ચ ઍનલિસ્ટ રજિસ્ટ્રેશન વિના રોકાણ કે ટ્રેડિંગની ભલામણ કરવાની અને રોકાણકારો પાસેથી ભંડોળ ઊભું કરવા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કેટલીક વ્યક્તિઓે રિસર્ચ ઍનલિસ્ટ રજિસ્ટ્રેશન વિના રોકાણ કે ટ્રેડિંગની ભલામણ કરવાની અને રોકાણકારો પાસેથી ભંડોળ ઊભું કરવા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહી હોવાનું ધ્યાનમાં આવતાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) દ્વારા રોકાણકારોને ચેતવવામાં આવ્યા છે. એક અખબારી યાદી મારફત એક્સચેન્જે આ સાવચેતી રાખવાની સૂચના બહાર પાડી છે. આ વ્યકિતઓનાં નામ અને મોબાઇલ નંબર નીચે મુજબ છે.
૧. પંકજ ભારદ્વાજ, દેવાંશ રાય, ફોન નંબર : 022-69199818, 8287827892, 7850870416, 8502844985
ADVERTISEMENT
૨. સચિન પાટીદાર, ફોન નંબર : 9575995639, 9216219078, 6377892542, 7830473626, 8476064163.
એક્સચેન્જની સ્પષ્ટતા અનુસાર આ વ્યક્તિઓ BSEના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર કે મેમ્બરની અધિકૃત વ્યક્તિઓ નથી. રોકાણકારોને ચેતવવામાં આવે છે કે શૅરબજારમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા નિર્દેશાત્મક કે ખાતરીબંધ વળતરની યોજના કે પ્રોડક્ટ ઑફર કરવા પર પ્રતિબંધ છે અને એમાં સામેલ થવા પર રોકાણકારોને એક્સચેન્જના કાર્યક્ષેત્ર હેઠળના રક્ષણ કે વિવાદનિવારણ યંત્રણા હેઠળના લાભ ઉપલબ્ધ થશે નહીં.

