BSE UPICON અને એના અધિકારીઓને તાલીમ અને જાણકારી પૂરી પાડશે. BSE એક મુખ્ય વ્યક્તિની નિમણૂક કરશે જે SME પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન, લિસ્ટિંગ સંબંધિત બધી જાણકારી ઉત્તર પ્રદેશને પૂરી પાડશે.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) લિમિટેડ અને યુપી ઇન્ડસ્ટ્રિયલ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ (UPICON)એ ઉત્તર પ્રદેશ રાજ્યમાંનાં નાનાં અને મધ્યમ કદનાં વેપાર-સાહસો (સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ-SMEs) વચ્ચે BSE SME પ્લૅટફૉર્મ પર લિસ્ટિંગને ઉત્તેજન આપવા માટેના સમજૂતી-કરાર થયા છે.
આ સમજૂતી-કરાર હેઠળ UPICON ઉત્તર પ્રદેશ સ્થિત SMEsને BSE SME પ્લૅટફૉર્મ પર લિસ્ટિંગના લાભ પ્રતિ જાગ્રત કરશે. UPICON SMEના માર્ગદર્શન, પુનર્સમીક્ષા, સંચાલન અને લિસ્ટિંગની સંભાવના સંબંધિત બધા દિશાનિર્દેશો પૂરા પાડવા માટે એક નોડલ-ઑફિસરની નિમણૂક કરશે.
ADVERTISEMENT
BSE UPICON અને એના અધિકારીઓને તાલીમ અને જાણકારી પૂરી પાડશે. BSE એક મુખ્ય વ્યક્તિની નિમણૂક કરશે જે SME પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન, લિસ્ટિંગ સંબંધિત બધી જાણકારી ઉત્તર પ્રદેશને પૂરી પાડશે.
આ સમજૂતી-કરારના પ્રસંગે UPICONના મૅનેજિંગ ડિરેક્ટર પ્રવીણ સિંહે કહ્યું કે ‘આ સહયોગ ઉત્તર પ્રદેશના MSME ઇકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બની રહેશે. આ સમજૂતી-કરાર દ્વારા અમે MSMEsને BSE-SME પ્લૅટફૉર્મ પર લિસ્ટ થવા માટેનાં આવશ્યક સાધનો અને ટેકો પૂરો પાડીશું. આમ તેમને ઇક્વિટી મૂડી પૂરી પાડી શકાશે અને બજારમાં તેમની ઉપસ્થિતિ પણ સુધરશે.’
BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું, ‘UPICON સાથેની આ ભાગીદારી દ્વારા અમે જાણકારીમાં વૃદ્ધિ કરવાની અને લિસ્ટિંગના લાભ વિશેની જાગૃતિ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ઉત્તર પ્રદેશના SMEsને ઇક્વિટી મૂડી એકત્ર કરવાની, બજાર ઉપસ્થિતિમાં વધારો કરવાની અને ઇનોવેશન કરવાની તક BSE SME પ્લૅટફૉર્મ પર લિસ્ટિંગ દ્વારા મળી રહેશે.’