આ સમજૂતી કરાર હેઠળ AIMA-MSME SME અને સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટે મૂલ્યાંકન કરવામાં BSEને સહાય કરશે
પ્રતીકાત્મક તસવીર
BSE SME અને સ્ટાર્ટઅપ પ્લૅટફૉર્મ પર લિસ્ટિંગને ઉત્તેજન આપવા માટે BSE અને ઑલ ઇન્ડિયા MSME અસોસિએશન વચ્ચે સમજૂતી કરાર થયો છે. આ સમજૂતી કરાર હેઠળ AIMA-MSME SME અને સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટે મૂલ્યાંકન કરવામાં BSEને સહાય કરશે. અસોસિએશન BSE SME લિસ્ટિંગ પ્લૅટફૉર્મ પર મૂડીરોકાણ કરવા એના ઇન્વેસ્ટર નેટવર્કને કામે લગાડશે. BSE MSMEsમાં લિસ્ટિંગ વિશેની જાગૃતિ વધારવા માટે AIMA-MSMEના જોડાણ હેઠળ દેશભરમાં સંયુક્ત રોડ શો અને ઇવેન્ટ્સનું આયોજન કરશે.
આ સમજૂતી કરાર વિશે BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું, ‘AIMA-MSME સાથેના સહકાર દ્વારા અમે એક્સચેન્જ પર લિસ્ટિંગના લાભ વિશેની જાગૃતિ અને જાણકારીને વધારવા કટિબદ્ધ છીએ. આ પગલાથી ગુણવત્તા સભર SMEને ઇક્વિટી મૂડી એકત્ર કરવાની, ઇનોવેશન અને પોતાની ઉપસ્થિતિને વધારવાની તક ઉપલબ્ધ થશે. SME ઇકોસિસ્ટમમાં BSE SME પ્લૅટફૉર્મ વન-સ્ટૉપ સોલ્યુશન છે.’
ADVERTISEMENT
AIMA-MSMEનું મિશન MSMEsને સશક્ત બનાવવાનું છે અને તેમના વેપારને નડતી સમસ્યાઓનાં ઇન્વેટિવ સોલ્યુશન પૂરાં પાડવાનું છે. એ ભારત અને વિદેશસ્થિત વેપાર-સાહસોના નેટવર્કિંગ માટેનું પ્લૅટફૉર્મ પણ પૂરું પાડે છે.