એક્સચેન્જે એવી વ્યક્તિઓનાં નામો જાહેર કર્યાં છે જે ઑનલાઇન માર્ગે અનધિકૃત પ્રવૃત્તિ જેવી કે અકાઉન્ટ હૅન્ડલ કરવાં, SEBI રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ હોવાની રજૂઆત કરીને રોકાણકારો પાસેથી ફન્ડ્સ પ્રાપ્ત કરવાં જેવી પ્રવૃત્તિઓ કરે છે
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) લિમિટેડે તાજેતરમાં વધુ એક વાર રોકાણકારોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. એક્સચેન્જે એવી વ્યક્તિઓનાં નામો જાહેર કર્યાં છે જે ઑનલાઇન માર્ગે અનધિકૃત પ્રવૃત્તિ જેવી કે અકાઉન્ટ હૅન્ડલ કરવાં, SEBI રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ હોવાની રજૂઆત કરીને રોકાણકારો પાસેથી ફન્ડ્સ પ્રાપ્ત કરવાં જેવી પ્રવૃત્તિઓ કરે છે. આ નામો નીચે મુજબ છે.
૧.. નીલેશ ઝા અને મિસ શૅરોન ત્રિવેદી. તેમનું વૉટ્સઍપ ગ્રુપઃ વાય11-એસએઆઇએફ ઇન્ડિયા વીઆઇપી-25180 છે. અગ્રીડ ડિસ્કાઉન્ટ ટ્રેડિંગ (એડીટી) ઇન્વેસ્ટમેન્ટ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બનાવટી પ્લેસ્ટોર પેજ તેઓ ધરાવે છે અને ફોન નંબરો 7668261099, 7397256461, 9058631518 છે.
ADVERTISEMENT
૨. આદિત્ય/બીબી ટ્રેડર્સ, મોબાઇલ નંબર 9624495573, ઑનલાઇન હાજરીઃ બીઅર્સબુલ્સ.કૉમ
BSEએ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યક્તિઓ કે હસ્તીઓ BSE લિમિટેડના રજિસ્ટર્ડ મેમ્બર નથી. રોકાણકારો એક્સચેન્જની સાઇટ પરથી રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝની માહિતી પ્રાપ્ત કરી શકે છે, જેથી આવી અનરજિસ્ટર્ડ હસ્તીઓના શિકાર ન બને.