Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > મુકેશ અંબાણીની નવી સિદ્ધિ: સત્ય નડેલા અને સુંદર પિચાઈને પાછળ છોડી આ મામલે દુનિયામાં બીજા ક્રમે પહોંચ્યા

મુકેશ અંબાણીની નવી સિદ્ધિ: સત્ય નડેલા અને સુંદર પિચાઈને પાછળ છોડી આ મામલે દુનિયામાં બીજા ક્રમે પહોંચ્યા

04 February, 2024 09:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અબજોપતિ મુકેશ અંબાણી (Brand Guardianship Index)નું નામ કોઈ બ્રાન્ડથી ઓછું નથી. હવે તેમણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ દેશના સૌથી અમીર વ્યક્તિ છે. દર વર્ષે તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવે છે. અબજોપતિ મુકેશ અંબાણી (Brand Guardianship Index)નું નામ કોઈ બ્રાન્ડથી ઓછું નથી. હવે તેમણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આમાં મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા (Satya Nandella) અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai)ને ઘણા પાછળ છોડી દીધા છે. સમગ્ર વિશ્વમાં માત્ર ટેનસેન્ટના સીઈઓ હુઆતેંગ મા તેમને પાછળ છોડી શક્યા છે.


ટેનસેન્ટના સીઈઓ હુઆતેંગ મા નંબર વન



હકીકતમાં, બ્રાન્ડ ફાઇનાન્સ (Brand Guardianship Index) દ્વારા બહાર પાડવામાં આવેલા બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024 અનુસાર, અંબાણી વિશ્વના બીજા સૌથી મોટા સીઈઓ બની ગયા છે. આ ઇન્ડેક્સ એવા સીઈઓને યાદીમાં સ્થાન આપે છે, જેમણે પોતાનો વ્યવસાય મજબૂત બનાવ્યો હતો. તે કંપની અને સમાજ સાથે સંકળાયેલા લોકોની જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ યાદીમાં રિલાયન્સના ચેરમેન અને MD અંબાણીનો BGI સ્કોર 80.3 હતો, જે હુઆતેંગ માના 81.6ના સ્કોર કરતાં થોડો ઓછો છે. બ્રાંડ ફાઇનાન્સ અનુસાર, ઇન્ડેક્સમાં સ્થાન મેળવનારા નેતાઓ તેમના વ્યવસાયને વધારતી વખતે હિતધારકો, કર્મચારીઓ, રોકાણકારો અને સમાજને તેમની સાથે લઈ રહ્યા છે. આ સંતુલનને કારણે તેમણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે.


ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પાંચમા નંબરે

આ યાદી (Brand Guardianship Index)માં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પાંચમા નંબરે છે. વર્ષ 2023માં તેમણે આ યાદીમાં આઠમું સ્થાન મેળવ્યું હતું. તેની પાછળ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના અનીશ શાહ છઠ્ઠા સ્થાને અને ઈન્ફોસિસના સલિલ પારેખ 16માં સ્થાને છે. અંબાણી ભારતમાં નંબર 1 અને વિશ્વમાં નંબર 2 પર છે. તેમણે જાયન્ટ એપલના ટિમ કૂક અને ટેસ્લાના એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.


ચકાસાયેલ બ્રાન્ડનું નેતૃત્વ કરવાની ક્ષમતા

બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, કંપનીને દિશા આપવા માટે દરેક સીઈઓને તેમની ક્ષમતાઓ પર પરીક્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે તેમણે પોતાના નેતૃત્વમાં બ્રાન્ડને કેવી રીતે મજબૂત કરી છે. આમાં તેમના લાંબા ગાળાના વિઝન, વ્યૂહરચના અને લોકોના તેમના પરના વિશ્વાસની પણ કસોટી કરવામાં આવી હતી. આ તમામ લોકોએ માત્ર કંપનીની આર્થિક મજબૂતી પર જ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ તેની સાથે સંકળાયેલા લોકો અને સમાજના કલ્યાણનું પણ ધ્યાન રાખ્યું હતું. તાજેતરમાં, રિલાયન્સ જિયોએ દેશની સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે ગ્લોબલ 500ની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. જિયો એક નવી બ્રાન્ડ છે, જ્યારે દેશમાં ઘણા દાયકાઓ જૂની બ્રાન્ડ્સ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2024 09:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK