Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિપલના સ્ટેબલકૉઇનમાં ટ્રેડિંગની સુવિધા આપી બિટસ્ટૅમ્પ એક્સચેન્જે

રિપલના સ્ટેબલકૉઇનમાં ટ્રેડિંગની સુવિધા આપી બિટસ્ટૅમ્પ એક્સચેન્જે

Published : 10 January, 2025 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રોકાણ જોખમ ધરાવે છે અને બધા જ રોકાણકારો માટે એ યોગ્ય નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રિપલ લૅબ્સના સ્ટેબલકૉઇન આરએલયુએસડીને યુરોપસ્થિત એક્સચેન્જ બિટસ્ટૅમ્પે અપનાવી લીધો છે. આ એક્સચેન્જની પહેલાં બિટસો, મૂનપૅ, કૉઇનમેના તથા અન્ય એક્સચેન્જો એને અપનાવી ચૂક્યાં છે. બિટસ્ટૅમ્પે ટ્રેડર્સને યુરો, યુએસડી, યુએસડીટી, બિટકૉઇન, ઇથેરિયમ અને એક્સઆરપી સાથે આરએલયુએસડીની પૅરમાં ટ્રેડિંગની સુવિધા પૂરી પાડી છે. જોકે કંપનીએ જાહેર ચેતવણી આપતાં કહ્યું છે કે આ રોકાણ જોખમ ધરાવે છે અને બધા જ રોકાણકારો માટે એ યોગ્ય નથી.


નોંધનીય છે કે આરએલયુએસડી સ્ટેબલકૉઇનનું મૂલ્ય એક અમેરિકન ડૉલરના મૂલ્ય સાથે સંલગ્ન છે. શરૂઆતના દિવસોમાં એનો ભાવ ૦.૯૬થી ૧.૦૬ ડૉલર વચ્ચે ફરતો રહ્યો હતો. દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જારી રહ્યું હતું. માર્કેટકૅપમાં વધુ ૩.૧૨ ટકાનો ઘટાડો થતાં મૂલ્ય ૩.૨૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનના ભાવમાં ૨૪ કલાકના ગાળામાં ૧.૮૩ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ઇથેરિયમ ૨.૧૧ ટકા ઘટ્યો હતો. ટોચના ઘટેલા કૉઇનમાં સોલાના (૩.૭૯ ટકા), ડોઝકૉઇન (૫.૭૨ ટકા), કાર્ડાનો (૬.૬૨ ટકા), ટ્રોન (૩.૫૩ ટકા) અને અવાલાંશ (૪.૧૦ ટકા) સામેલ હતા. 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK