એક રાષ્ટ્ર તરીકે બિટકૉઇનનો સૌપ્રથમ સત્તાવાર રીતે સ્વીકાર કરનાર અલ સાલ્વાડોરે હવે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF) સાથે કરેલા કરારને પગલે બિટકૉઇનનો ઉપયોગ મર્યાદિત કરવાનું નક્કી કર્યું છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક રાષ્ટ્ર તરીકે બિટકૉઇનનો સૌપ્રથમ સત્તાવાર રીતે સ્વીકાર કરનાર અલ સાલ્વાડોરે હવે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF) સાથે કરેલા કરારને પગલે બિટકૉઇનનો ઉપયોગ મર્યાદિત કરવાનું નક્કી કર્યું છે. આ ઘટનાને કારણે શુક્રવારે બિટકૉઇનના ભાવમાં જોરદાર કડાકો આવ્યો હતો. બીજી બાજુ, અમેરિકન ફેડરલ રિઝર્વે પણ ક્રિપ્ટોકરન્સી માટે પ્રતિકૂળ ટિપ્પણી કરી એની અસર તળે સમગ્ર વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેને કારણે માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટી ગયું છે.
શુક્રવારે સાંજે આ લખાઈ રહ્યું છે એ સમયે ચોવીસ કલાકના ગાળામાં બિટકૉઇન ૬.૬૫ ટકાના ઘટાડા સાથે ૯૫,૬૭૪ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રમ્પના વિજય બાદ સતત વધીને ૧,૦૮,૦૦૦ ડૉલરની સપાટી તોડ્યા બાદ હવે બિટકૉઇનમાં મોટો કડાકો આવ્યો છે. આ જ રીતે ઇથેરિયમમાં ૯.૪૩ ટકા ઘટાડો થઈને ભાવ ૩૩૩૭ ડૉલર પર પહોંચ્યો છે. એક્સઆરપીમાં ૯.૩૬ ટકા, બીએનબીમાં ૬.૪૯, સોલાનામાં ૧૦.૦૭, ડોઝકૉઇનમાં ૧૮.૧૧, કાર્ડાનોમાં ૧૧.૫૮ ટકા, ટ્રોનમાં ૯.૩૮ ટકા અને અવાલાંશમાં ૧૩.૭૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. માર્કેટ કૅપિટલાઇઝેશન ૮.૦૫ ટકાના ઘટાડા સાથે ૩.૨૬ ટ્રિલ્યન ડૉલર થયું છે.