વીતેલા વર્ષ ૨૦૨૨માં કુલ ૨૭.૮ અબજ ડૉલરનો વિક્રમી વેપાર
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કોરિયા ટ્રેડ-ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી અનુસાર ૨૦૨૨માં ભારત અને કોરિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૭.૩ ટકા વધીને ૨૭.૮ અબજ ડૉલરનો થયો છે, જે વર્ષ ૨૦૨૧માં બન્ને દેશો વચ્ચેના વેપારનું મૂલ્ય ૨૩.૭ અબજ ડૉલર હતું.
કોરિયાની ભારતમાં નિકાસ ૨૧ ટકા વધીને ૧૮.૯ અબજ ડૉલરની થઈ છે, જ્યારે આયાત ૧૦.૫ ટકા વધીને ૮.૯ અબજ ડૉલરની થઈ છે. ભારત-કોરિયા ફ્યુચર ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ ઇવેન્ટ ૨૦૨૩ને સંબોધતાં ભારતમાં રિપબ્લિક ઑફ કોરિયાના રાજદૂત ચાંગ જે-બોકે કહ્યું કે ભારત અને કોરિયાએ ગ્રીન એનર્જીના નિર્ણાયક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એકબીજાની શક્તિઓમાંથી શીખવું જોઈએ. ગ્રીન એનર્જી, હાઇડ્રોજન ઊર્જા અને ઈવીએ ભવિષ્ય છે અને ૨૦૦૫થી ઈવીનું ઉત્પાદન કરવામાં કોરિયાનું નેતૃત્વ ભારત માટે ઉત્તમ ઉદાહરણ છે.
ADVERTISEMENT
ભારત-કોરિયાના રાજદ્વારી સંબંધોનાં ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. જે-બોકે જણાવ્યું હતું કે સહયોગ અને સહકાર દ્વારા, બન્ને દેશો હરિયાળી ઊર્જા અપનાવવાના મહત્ત્વ પર વધુ ભાર આપી શકે છે અને ટકાઉ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરી શકે છે, જે બન્ને દેશો પ્રતિબદ્ધ છે.