મુંબઈમાં ૪૦ અબજ રૂપિયાનાં ૧.૮૭ કરોડ ટ્રાન્ઝૅક્શન થયાં હતાં
પ્રતીકાત્મક તસવીર
દેશમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ વર્ષ ૨૦૨૨માં બૅન્ગલોરમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડ લાઇન ઇન્ડિયા નામની પેમેન્ટ સર્વિસ ફર્મના જણાવ્યા પ્રમાણે કર્ણાટકની રાજધાની બૅન્ગલોરમાં ૫૩ અબજનાં કુલ ૨.૯ કરોડ ડિજિટલ પેમેન્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ બીજો ક્રમાંક દિલ્હીનો હતો, જ્યાં ૪૧ અબજ રૂપિયાનાં ૧.૯૬ કરોડ ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં ૪૦ અબજ રૂપિયાનાં ૧.૮૭ કરોડ ટ્રાન્ઝૅક્શન થયાં હતાં તો તામિલનાડુની રાજધાનીમાં ૨૯ અબજ રૂપિયાનાં કુલ ૧.૪૩ કરોડ જેટલાં ડિજિટલ પેમેન્ટ કરવામાં આવ્યાં હતાં. પુણેમાં ૨૭ અબજ રૂપિયાનાં ૧.૫ કરોડ ટ્રાન્ઝૅક્શન થયાં હતાં.