અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં અમેરિકન બૅન્કરપ્સી કોર્ટમાં કંપનીએ આ યોજનાની જાણકારી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
નાદાર બનેલી ફૂડ સ્ટોરેજ અને કિચન અપ્લાયન્સિઝ બનાવતી કંપની ટપરવેઅરે એના બિઝનેસ ધિરાણકર્તાઓને ૨૩.૫ મિલ્યન ડૉલર રોકડમાં અને ૬૩ મિલ્યન ડૉલરના દેવાની રાહતમાં વેચવા માટે સંમતિ દર્શાવી હતી અને તેમની સંપત્તિઓની ઓપન માર્કેટ હરાજીની યોજના રદ કરી હતી. અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં અમેરિકન બૅન્કરપ્સી કોર્ટમાં કંપનીએ આ યોજનાની
જાણકારી આપી હતી. જજે આ મુદ્દે જણાવ્યું હતું કે તેઓ વેચાણને મંજૂરીને ધ્યાનમાં લેવા માટે ઝડપથી એક અલગ કોર્ટની સુનાવણી નિશ્ચિત કરશે. કંપની સામેના પડકારોમાં આ સૌથી સારી બાબત છે.
કંપનીએ ગયા મહિને નાદારી નોંધાવીને એની સંપત્તિની હરાજી માટે ત્રીસ દિવસમાં નવા ખરીદદારની શોધ ચલાવી હતી, પણ ધિરાણકર્તાઓએ આનો વિરોધ કર્યો હતો અને બદલામાં તેમણે જ કંપનીની સંપત્તિઓ પર દાવો કર્યો હતો. નવા સેલ ઍગ્રીમેન્ટ મુજબ ધિરાણકર્તાઓને ટપરવેઅર બ્રૅન્ડ અને વિવિધ માર્કેટમાં એનાં ઑપરેશન્સને ચલાવવાની સુવિધા મળશે.