નવા દર ડિપોઝિટનાં ત્રણથી પાંચ વર્ષ માટે ૬.૫ ટકા અને સિનિયર સિટિઝન માટે ૭.૧૫ ટકા કર્યા છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બૅન્ક ઑફ બરોડાએ ડોમેસ્ટિક ગ્રાહકો માટે ડિપોઝિટના વ્યાજદરમાં પસંદગીના સમય માટે ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. નવા દર ૧૭મી માર્ચથી લાગુ પડે એ રીતે બે કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ રાખનારા ગ્રાહકોને લાગુ પડશે.
બૅન્કે ટૅક્સ સેવિંગ ટર્મ ડિપોઝિટના દરમાં પણ વધારો કર્યો છે. નવા દર ડિપોઝિટનાં ત્રણથી પાંચ વર્ષ માટે ૬.૫ ટકા અને સિનિયર સિટિઝન માટે ૭.૧૫ ટકા કર્યા છે. પાંચ વર્ષથી ઉપર અને ૧૦ વર્ષ માટે ૬.૫ ટકા અને સિનિયર સિટિઝન માટે ૭.૫ ટકા કર્યા છે. બૅન્કે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં વ્યાજદરમાં ૦.૬૫ ટકા અને નવેમ્બરથી અત્યાર સુધીમાં એક ટકા સુધીનો વધારો કર્યો છે.