કંપની EaseMytrip અયોધ્યામાં રામ મંદિર નજીક ફાઈવ સ્ટાર હોટેલ (Hotel near ram mandir ) બનાવવા જઈ રહી છે. આ ખબર સાથે જ કંપનીના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
અયોધ્યા રામ મંદિર
Hotel Near Ram Mandir : હોટેલનો કારોબાર ચલાવતી કંપની EaseMytripના શેરોમાં 5 ટકાની ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરોની કિંમતમાં તેજી પાછળના કારણોમાં એક ખાસ કારણ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ 11 ફેબ્રુઆરીએ શેરબજારમાં આપેલી જાણકારી મુજબ અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ (Hotel Near Ram Mandir) બનાવવાની મંજૂરી બૉર્ડ પાસેથી મળી ગઈ છે.
કંપનીએ શેર બજારને જણાવ્યું કે 11 ફેબ્રુઆરી 2024ના રોજ બૉર્ડ મીટિંગ થઈ હતી. આ બેઠકમાં અયોધ્યામાં 5 સ્ટાઈ હોટેલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીની આ હોટેલ શ્રી રામ જન્મભૂમિથી લગભગ એક કિલોમીટરના અતંર પર ખૂલશે. બૉર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે કંપની તરફથી અહીં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ સમાચાર આવ્યા બાદ કંપનીના શેર 53.03 રૂપિયાના સ્તરે ઓપન થયા છે. પરંતુ થોડાક જ કલાકોમાં કંપનીના શેર 53.67 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે કંપનીના 52 વીક હાઈ 54 રૂપિયાની બહુ નજીક છે.
છેલ્લા છ મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમત 26 ટકાથી પણ વધારે જોવા મળી છે. શેર બજારમાં કંપની 52 વીક ડાઉન સ્તર પર 37 રૂપિયા પ્રતિ શેર છે. નોંધનીય છે કે કંપનીનું માર્કેટ કેપ 9131.33 કરોડ રૂપિયાનું છે.
નોંધનીય છે કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં જોવા મળ્યા હતા. શુક્રવારે, રામ લલ્લાના અભિષેકના થોડા અઠવાડિયા પછી, અમિતાભ બચ્ચન ફરી એકવાર રામ મંદિરની મુલાકાતે ગયા અને રામ લલ્લાના દર્શન કરતા જોવા મળ્યા હતાં. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના અભિષેક સમયે અમિતાભ બચ્ચન અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા ગયા હતા, આ દરમિયાન સમય કાઢી તેઓ રામ મંદિર પહોંચ્યા જેથી તેઓ ત્યાં ભગવાન શ્રી રામના દર્શન કરી શકે. અમિતાભ બચ્ચન મુંબઈથી સીધા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા રામલલ્લાના દરબારમાં ગયા જ્યાં તેમણે રામલલ્લાના દર્શન કર્યા અને પૂજા કરી. આ દરમિયાન ટ્રસ્ટના અધિકારીઓએ પણ અમિતાભ બચ્ચનને રામનામ પાઠવીને આવકાર્યા હતા.