આ વિસ્તારનો હિસ્સો ઘટીને ૩૩ ટકા થઈ ગયો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ચીનનાં કડક સરહદી પગલાં અને ઇન્બાઉન્ડ ટ્રાવેલ પ્રતિબંધોમાં છૂટછાટ પ્રત્યે જપાનનો સાવચેતીભર્યો અભિગમ એશિયા-પૅસિફિકને ૨૦૨૨ માટે વિશ્વના સૌથી મોટા ઍર પૅસેન્જર માર્કેટ તરીકે વિસ્થાપિત કરી શકે છે એમ સોમવારે એક અહેવાલમાં જણાવાયું છે.
એશિયા-પૅસિફિક પ્રદેશમાં ૩.૩૮ અબજ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી જે ૨૦૧૯માં ૯.૧૬ અબજના વૈશ્વિક જથ્થાનો ૩૭ ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રદેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા ૨૦૨૧માં અડધાથી વધુ ઘટીને ૧.૫૦ અબજ થઈ ગઈ છે. ઍરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનૅશનલ-એશિયા પૅસિફિક (એસીઆઇ-એશિયા-પૅસિફિક)ના અહેવાલ મુજબ પ્રદેશનો હિસ્સો ઘટીને ૩૩ ટકા થયો છે. હૉન્ગકૉન્ગ સ્થિત એસીઆઇ-એશિયા-પૅસિફિક એશિયા-પૅસિફિક અને મધ્ય પૂર્વ પ્રદેશમાં ઍરપોર્ટ ઑપરેટર્સનું પ્રતિનિધિત્વ કરે છે અને ૧૩૧ સભ્યો સમગ્ર પ્રદેશમાં ૪૯ દેશો/પ્રદેશોમાં ૬૧૮ ઍરપોર્ટનું સંચાલન કરે છે.

