સૌથી વધુ આવક ધરાવતાં ટૉપ ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત
પ્રતીકાત્મક તસવીર
એપ્રિલ મહિનામાં સરકારનું ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન ૧૨.૪ ટકાના વધારા સાથે ૨.૧૦ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. પહેલી વાર GST કલેક્શનનો આંકડો બે લાખ કરોડને પાર થયો. બુધવારે નાણામંત્રાલયે આ આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે વિદેશી આયાત અને ઘરઆંગણે નાણાકીય ટ્રાન્ઝૅક્શનમાં થયેલા વધારાને કારણે GSTની આવકમાં વધારો થયો છે. GST આવક ૨૦૨૩ના એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડ નોંધાઈ હતી, જ્યારે માર્ચ ૨૦૨૪માં આ આંકડો ૧.૭૮ લાખ કરોડ રૂપિયા હતો. ખાસ વાત એ છે કે સરકારને GSTની સૌથી વધુ આવક આપનાર રાજ્યોમાં મોખરાના સ્થાને મહારાષ્ટ્ર છે. એ પછી કર્ણાટક અને ગુજરાતનો નંબર આવે છે.
GSTની આવક આંકડામાં
૩૭,૬૭૧ કરોડ રૂપિયા આવક માત્ર મહારાષ્ટ્રમાંથી
૧૫,૯૭૮ કરોડ રૂપિયા કર્ણાટકનો હિસ્સો
૧૩,૩૦૧ કરોડ રૂપિયા આવક ગુજરાતમાંથી
૧૨,૨૯૦ કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશમાંથી કલેક્શન
૧૧,૫૫૯ કરોડ રૂપિયા તામિલનાડુમાંથી કલેક્શન
૯૯,૬૨૩ કરોડ રૂપિયા IGST કલેક્શન
૫૩,૫૩૮ કરોડ રૂપિયા SGST કલેક્શન
૪૩,૮૪૬ કરોડ રૂપિયા CGST કલેક્શન
(IGST : ઇન્ટિગ્રેટેડ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ, SGST : સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ, CGST : સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)