Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેશમાં ઍપલનું વેચાણ વધીને ૪૯૧ અબજ રૂપિયા થયું

દેશમાં ઍપલનું વેચાણ વધીને ૪૯૧ અબજ રૂપિયા થયું

Published : 18 April, 2023 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍપલની આવકમાં ગયા નાણાકીય વર્ષમાં ૫૦ ટકાનો વધારો થયો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઍપલના સીઈઓ ટિમ કુક કંપનીના ભારતના પ્રથમ સ્ટોર્સના ઉદ્ઘાટન માટે મુંબઈ આવી રહ્યા છે. આ વર્ષે ઍપલનું વેચાણ વધીને ૬ બિલ્યન ડૉલર (અંદાજે ૪૯૧ અબજ રૂપિયા) સુધી પહોંચી ગયું છે. ઍપલ ભારતમાં એનું વેચાણ વધારવા માગે છે. ઍપલની આવકમાં ગયા નાણાકીય વર્ષમાં ૫૦ ટકાનો વધારો થયો છે. 


ઍપલ ઊંચી કિંમતને કારણે દેશમાં નોંધપાત્ર માર્કેટ શૅર કરવામાં સફળ થઈ શક્યું નથી. ઍપલ અત્યાર સુધી રીટેલ પાર્ટનર્સ અને ઑનલાઇન વેચાણ પર જ નિર્ભર હતું. 



ઍપલે ૨૦૨૦માં એનો ઑનલાઇન સ્ટોર શરૂ કર્યો હતો. હવે બીકેસીમાં પહેલો સ્ટોર ખૂલશે. એના બે દિવસ બાદ દિલ્હીમાં બીજો સ્ટોર શરૂ થશે. હાલમાં સ્માર્ટફોન માર્કેટમાં ઍપલની ટકાવારી માત્ર ૪ ટકા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK