આજે એપ્પલ ઈવેન્ટ `Wonderlust`નું આયોજન થઈ રહ્યું છે. પહેલીવાર ભારતમાં બનેલ (Made In India) આઇફોનના મૉડલને લૉન્ચ ડે પર વેચશે.
પ્રતીકાત્મક તસવીર
Apple Event 2023: Apple ઈવેન્ટ `Wonderlust`નું આયોજન આજે એટલે કે 12મી સપ્ટેમ્બરે થઈ રહ્યું છે. સાથે જ આઈફોન પ્રેમીઓનો ઈંતેજાર ખતમ થવા જઈ રહ્યો છે. આજે રાત્રે 10:30 વાગ્યે, કંપની iPhone 15, Watch 9, Watch 9, નવા ટેબલેટ અને અન્ય ઘણા ઉપકરણોનું અનાવરણ કરવા જઈ રહી છે. iPhone 15 તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. અત્યાર સુધી આને લગતી ઘણી માહિતી પણ સામે આવી છે.
મેડ ઈન ઇન્ડિયા આઈફોન લોન્ચના દિવસે વેચવામાં આવશે
પહેલીવાર એપલ તેના લોન્ચિંગના દિવસે મેડ ઈન ઈન્ડિયા આઈફોન મોડલ વેચવા જઈ રહી છે. જે ભારતીયો માટે આશ્ચર્યથી ઓછું નથી. આનો અર્થ એ થયો કે હવે લોકોએ iPhone 15 સિરીઝ માટે લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. iPhone 15 ભારતમાં Appleના સત્તાવાર રિટેલ સ્ટોર્સમાં 25 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે. જોકે, ગ્રાહકોએ હજી 2 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.
ADVERTISEMENT
iPhone 15માં મળશે ઘણા અપડેટ્સ
iPhone 15 સિરીઝ ઘણા નવા અપડેટ્સ સાથે આવવા જઈ રહી છે. લાઇનઅપમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Maxનો સમાવેશ થાય છે. સ્માર્ટફોનનું સ્ટ્રક્ચર સ્ટેનલેસ નહીં પરંતુ ટાઇટેનિયમનું હશે. પ્રો મેક્સ મોડલમાં ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ થશે. પહેલાથી વધારે ઝડપી ચિપસેટ, યુએસબી ટાઈપ સી અને અન્ય ઘણા અપડેટ્સ જોવા મળશે.
આ સોફ્ટવૅર પરથી પણ ઊઠશે પડદો
આ વર્ષે, Apple ઇવેન્ટમાં iOS7, iPad 17, tvOS 17 અને Watch OS 10 જેવા સૉફ્ટવેરનું પણ અનાવરણ કરવામાં આવી શકે છે. આ સિવાય સોશિયલ મીડિયા એક્સ પર લોકોની ઉત્સુકતા જોવા મળી રહી છે. ઇવેન્ટની શરૂઆતમાં માત્ર થોડી રાહ જોવાની છે.
Apple iPhone 15: ટેક જાયન્ટ Appleની વાર્ષિક ઈવેન્ટ આજે રાત્રે યોજાશે જેમાં કંપની iPhone 15 સિરીઝની સાથે Apple Watch 9 લોન્ચ કરી શકે છે. Apple iPhone 15 સીરીઝ હેઠળ 4 iPhone લોન્ચ થઈ શકે છે.
નવી iPhone સીરીઝ સિવાય Apple આજે તેની મેગા ઈવેન્ટમાં અન્ય ઘણી પ્રોડક્ટ્સ રજૂ કરી શકે છે. iPhone 15 સિરીઝ સિવાય, ઇવેન્ટમાં Apple Watch Ultra 2 વિશે કેટલીક નવી જાહેરાતો થઈ શકે છે. નવી iPhone સીરીઝ (Apple iPhone 15 Series), Apple Watch Series 9 અને સેકેન્ડ જનરેશન વૉચ અલ્ટ્રા મોડલ્સને સાથે લાવી શકે છે.
Apple Watch Ultra 2 માં પ્રોસેસરને લઈને નવો ફેરફાર થઈ શકે છે. Apple Watch Ultra 2 કંપની S9 ચિપસેટ સાથે લાવી શકે છે. આ વખતે Apple Watch Ultra 2ના પ્રદર્શનમાં સુધારો જોવા મળી શકે છે. આ સિવાય iOS 17, સેકેન્ડ જનરેશનના AirPods Pro અને Truly Wireless Stereo (TWS) રજૂ કરી શકે છે.