Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > બજારની સુસ્ત ચાલ વચ્ચે હેલ્થકૅર ફાર્મા ઝમકમાં, રોકડું તથા બ્રૉડર માર્કેટ મજબૂત, રિયલ્ટીમાં નવું ચણતર

બજારની સુસ્ત ચાલ વચ્ચે હેલ્થકૅર ફાર્મા ઝમકમાં, રોકડું તથા બ્રૉડર માર્કેટ મજબૂત, રિયલ્ટીમાં નવું ચણતર

09 November, 2023 05:52 PM IST | Mumbai
Anil Patel

પ્રિન્ટપાઇપ્સ ખોટમાંથી નફામાં આવતાં પોણાસોળ ટકા ઊછળી, ગોદરેજ ઇન્ડ.માં નબળાં પરિણામ આજે નડશે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


હેલ્થકૅર ઇન્ડેક્સમાં નવી સર્વોચ્ચ સપાટી, નિફ્ટી ફાર્મા અને રિયલ્ટી ઇન્ડેક્સ દોઢેક ટકો પ્લસ : મામાઅર્થ બિલોપાર થઈ, સર ટેલિવેન્ચર્સમાં ૧૦૦ ટકાનો લિ​​સ્ટિંગ ગેઇન છૂટ્યો : પતંજલિ ફૂડ્સ પરિણામ પહેલાં નવા શિખરે ગયો, મોનાર્ક નેટવર્થ નવી ટોચે : પ્રિન્ટપાઇપ્સ ખોટમાંથી નફામાં આવતાં પોણાસોળ ટકા ઊછળી, ગોદરેજ ઇન્ડ.માં નબળાં પરિણામ આજે નડશે : ન્યુલૅન્ડ લૅબ અને રત્નમણિ મેટલ્સમાં નવી બેસ્ટ લેવલ, હિન્દુ. પેટ્રોલિયમમાં મજબૂતી આગળ વધી : ડીપી વાયર્સ એક્સ બોનસ થતાં નવી વિક્રમી સપાટીએ, અલ્કેમની ડબલ સેન્ચુરી, જયસિન્ધ ડાઇસ્ટફ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે


નાનકડી રિલીફ-રૅલી પછી એશિયન બજારોમાં બહુધા પીછેહઠ આગળ વધી છે. બુધવારે સિંગાપોર દોઢ ટકા, સાઉથ કોરિયા એક ટકા નજીક, હૉન્ગકોન્ગ તથા ઇન્ડોનેશિયા અડધો ટકો, જપાન સાધારણ અને ચાઇના નહીંવત્ ઘટ્યું છે. તાઇવાન અને થાઇલૅન્ડ સામાન્ય સુધારે બંધ હતા. પાકિસ્તાની શૅરબજાર ૫૪,૪૨૦ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૫૭૧ પૉઇન્ટ ૫૪,૩૦૭ બંધ થયું છે. યુરોપ રનિંગમાં રાબેતા મુજબ નહીંવતથી સાધારણ નીચે હતું. બ્રેન્ટક્રૂડ ઘટીને ૮૨ ડૉલરની અંદર ચાલી ગયું છે.



આગલા દિવસનું લગભગ પુનરાવર્તન કરતાં ઘરઆંગણે સેન્સેક્સ ૬૦ પૉઇન્ટ જેવો પ્લસમાં ૬૫,૧૦૨ ખૂલી ૩૭ પૉઇન્ટ વધી ૧૯,૪૪૩ બંધ થયો છે. બજારમાં વધઘટની રેન્જ માંડ પોણાત્રણસો પૉઇસ્ટની હતી, જેમાં શૅરઆંક ઉપરમાં ૬૫,૧૨૪ અને નીચામાં ૬૪,૮૫૧ થયો હતો. મિડ કૅપ, સ્મૉલ કૅપ તથા બ્રૉડર માર્કેટ અડધો-પોણો ટકો વધીને માર્કેટ આઉટ પર્ફોમર રહ્યા છે. બૅન્ક નિફ્ટી, નિફ્ટી મીડિયા, આઇટી, ટેક્નૉલૉજીસ, ફાઇનૅન્સ જેવા ગણતરીના બેન્ચમાર્કની પરચૂરણ કે મામૂલી નરમાઈ બાદ કરતાં ગઈ કાલે બન્ને બજારનાં તમામ ઇન્ડાઇસિસ વધ્યાં હતાં. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪ ટકાની મજબૂતી સાથે મોખરે હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૮,૭૮૫ની સર્વોચ્ચ સપાટી બનાવીને એકાદ ટકો કે ૨૬૦ પૉઇન્ટ વધી ૨૮,૬૪૬ થયો છે. નિફ્ટી ફાર્મા દોઢ ટકા ઊંચકાયો છે. કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑઇલ-ગૅસ, ઑટો એનર્જી જેવા બેન્ચમાર્ક પોણાથી એક ટકો પ્લસ હતા. મેટલ તેમ જ એફએમસીજી અડધા ટકા આસપાસ સુધર્યા હતા. માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવ વલણ ટકેલું છે. એનએસઈ ખાતે ૧૧૬૦ શૅર વધ્યા હતા. સામે ૯૪૪ જાતો ઘટીને બંધ રહી છે.


આગલા દિવસે નહીંવત્ લિ​સ્ટિંગ ગેઇનમાં ૩૩૭ બંધ રહેલી મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર બુધવારે ૩૨૧ નીચે નવી બોટમ બનાવી સાડાચાર ટકા ગગડી બિલોપાર, ૩૨૨ નજીક બંધ થઈ છે. આ શૅર બીજો પેટીએમ પુરવાર થવાનો છે. લખી રાખજો. મુંબઈની ઑનલાઇન ગાર્મેન્ટ કંપની મિશ ડિઝાઇન્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૪૪ રહી છે. ૧૦ના શૅરદીઠ ૫૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાંના ૫૩ના પ્રીમિયમ સામે સર ટેલિવેન્ચર્સ ૧૦૫ ખૂલી ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૧૧૦ ઉપર બંધ થતાં અહીં ૧૦૦ ટકાથી વધુ કે શૅરદીઠ ૫૫ પ્લસનો લિ​સ્ટિંગ ગેઇન છૂટ્યો છે.

ક્રૂડની નબળાઈમાં એશિયન પેઇન્ટસ અને ભારત પેટ્રોલિયમ ઝળક્યા


સેન્સેક્સના ૩૦માંથી ૧૫ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર સુધર્યા છે. ક્રૂડની કમજોરીમાં એશિયા પેઇન્ટસ બે ટકા વધી ૩૦૯૩ના બંધમાં સેન્સેક્સ ખાતે ઝળક્યો હતો. ટાઇટન સવા ટકો, લાર્સન ૧.૨ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૨ ટકા, આઇટીસી એક ટકો પ્લસ હતા. રિલાયન્સ અડધા ટકાની આગેકૂચમાં ૨૩૩૬ વટાવી ગયો છે. મારુતિ અને હિન્દુ. યુનિલિવર અડધા ટકાથી વધુ અપ હતા. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧૪૯૮ની વિક્રમી સપાટી બાદ નજીવા સુધારે ૧૪૮૮ હતો. નિફ્ટી ખાતે ભારત પેટ્રોલિયમ ત્રણ ટકાની તેજીમાં ૩૮૪ થઈ ટૉપ ગેઇનર બન્યો છે. અદાણી પોર્ટસ ૨.૭ ટકા અને અદાણી એન્ટર ૧.૨ ટકા વધ્યા હતા. સિપ્લા બે ટકાની મજબૂતીમાં ૧૨૪૧ થયો છે. આઇશરે સવા ટકો, કોલ ઇન્ડિયા એક ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ તથા લાટિમ ૦.૯ ટકા, હિન્દાલ્કો પોણો ટકો, ગ્રાસિમ અને યુપીએલ ૦.૬ ટકાથી વધુ સુધર્યા છે. ઓએનજીસી એક ટકા પ્લસના સુધારે ૧૯૫ ઉપર ગયો છે.

આઇસીઆઇસીબૅન્ક ૧.૪ ટકાના ઘટાડે બન્ને બજારમાં ટૉપ લૂઝર બની ૯૩૫ નીચે હતો. એનટીપીસી એક ટકો, ઇન્ફી ૦.૯ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો ઘટ્યો છે. તાતા કન્ઝ્યુમર, એચડીએફસી લાઇફ, અપોલો હૉસ્પિટલ્સ, તાતા સ્ટીલ, બજાજ ફાઇનૅન્સ, પાવર ગ્રીડ, એચસીએલ ટેક્નૉલૉજીઝમાં અડધા ટકા આસપાસની નબળાઈ હતી. અદાણીના અન્ય આઠ શૅરમાં અદાણી પાવર ૨.૭ ટકા, અદાણી ગ્રીન ૧.૨ ટકા, અદાણી વિલ્મર અડધો ટકો, અંબુજા સિમેન્ટસ અને એનડીટીવી સામાન્ય સુધારામાં હતા. અદાણી ટોટલ ફ્લૅટ હતો. અદાણી ટ્રાન્સમિશન પોણા ટકા નજીક તથા એસીસી સાધારણ ઘટ્યો છે.

પતંજલિ ફૂડ્સ પરિણામ પહેલાં ૧૪૬૦ની ટૉપ બનાવી સવા ટકો વધીને ૧૪૫૫ બંધ રહ્યો છે. મોનાર્ક નેટવર્ક પણ ૪૫૪ની ટોચે જઈ બે ટકા નજીકની મજબૂતીમાં ૪૪૧ નજીક ગયો છે. ​ક્વિન્ટ ડિજિટલ સવાત્રણ ટકા ગગડી ૧૫૨ની અંદર જોવાયો છે.

પ્રિન્સ પાઇપ્સ ટર્નઅરાઉન્ડ થતાં તગડા ઉછાળે એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર

પ્રિન્સ પાઇપ્સ દ્વારા ૨૪ કરોડની ત્રિમાસિક ચોખ્ખી ખોટ સામે આ વખતે ૭૧ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર ૨૨ ગણા કામકાજે ઉપરમાં ૭૪૯ થઈ ૧૫.૮ ટકાની તેજીમાં ૭૨૩ બંધ થયો છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં પરિણામ બજાર બંધ થયા પછી તરત આવ્યાં હતાં. નફો ૪૪ ટકા ગગડી ૮૭ કરોડ થયો છે. આવક બે ટકા ઘટી ૩૯૩૭ કરોડ રહી છે. શૅર એક ટકો વધી ૬૬૫ બંધ હતો. રોકડામાં થેમિસ મેડીકૅર સાત ગણા વૉલ્યુમે ૧૬ ટકાના જમ્પમાં ૧૬૯ થયો છે. જયસિન્ધ ડાયસ્ટફ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૩ નજીકના શિખરે ગયો છે. ધુનસેરી વેન્ચર્સ ૧૫ ગણા કામકાજ ૩૨૪ની ટૉપ બનાવી ૧૪.૬ ટકા ઊછળી ૩૧૯ની ટૉપ બતાવી ૧૪.૬ ટકા ઊછળી ૩૧૯ હતો. ડીપી વાયર્સ સાત શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ૬૭૨ની નવી ટૉપ દેખાડી સાડાબાર ટકા ઊંચકાઈ ૬૪૮ બંધ આવ્યો છે. જીએમડીસી ૧૨.૭ ટકા અને એમઓઆઇએલ કે મોઇલ નવ ટકાની તેજીમાં હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઉપરમાં ૩૦૨ થઈ ૭.૪ ટકાની આગેકૂચમાં ૨૯૯ વટાવી ગયો છે. પૂનાવાલા ફિનકૉર્પ ૭ ટકાની મજબૂતીમાં ૩૮૯ હતો.

રત્નમણિ મેટલ્સ ૩૩૬૪ની વિક્રમી સપાટી નોંધાવી સાડાછ ટકા કે ૨૦૩ના ઉછાળે ૩૩૩૪ રહ્યો છે. ન્યુલૅન્ડ લૅબ ૪૯૯૮ના બેસ્ટ લેવલ બાદ ૨૯૬ રૂપિયા કે ૬.૪ ટકાની તેજીમાં ૪૯૦૬ નજીક ગયો છે. અલ્કેમ ૨૦૪ રૂપિયા કે પાંચ ટકા ઊંચકાઈ ૪૨૩૧ હતો. આરએસીએલ ગિયર ટેક નબળા પરિણામમાં નીચામાં ૧૨૫૮ થઈ ૧૧.૯ ટકા કે ૧૭૪ રૂપિયા ગગડી ૧૨૯૫ થયો છે. હિંમત સિંઘકા સીડ્સ સાડાદસ ટકા તૂટી ૧૪૩ બંધ આવ્યો છે. ડીસીડબ્લ્યુ લિમિટેડ પરિણામના પગલે ત્રણ ગણા કામકાજે ૫૫ની ઇન્ટ્રા-ડે હાઈથી ૫૧ થઈ સાડાપાંચ ટકા ખરડાઈ ૫૧.૫૦ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતો.

 પરિણામ પાછળ ઝાયડસ લાઇફ મજબૂત, તાતા ગ્રુપના ચાર શૅરમાં નવા બેસ્ટ લેવલ

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૫માંથી ૩૦ શૅરની નરમાઈ વચ્ચે ૨૬૦ પૉઇન્ટ કે એકાદ ટકો વધી નવા શિખરે બંધ થયો છે. ઝાયડસ લાઇફ સાયન્સ દ્વારા આવકમાં ૯ ટકાના વધારા સામે ૫૩ ટકાના વૃદ્ધિદરથી ૮૦૧ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર છ ગણા વૉલ્યુમે પોણાપાંચ ટકાની તેજીમાં ૬૨૫ થયો છે. અરબિંદો ફાર્મા ૩.૮ ટકા ઊંચકાઈ ૯૩૬ની નવી ટોચે બંધ હતો. ઇન્દ્રપ્રસ્થ મેડિકલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૯૮ની ટોચે રહ્યો છે. ઇપ્કા લૅબ ૧૦૬૩ના શિખરે જઈ ૪.૭ ટકા ઊંચકાઈને ૧૦૫૪ હતો. સિગાચી ઇન્ડ. ૪૮ નજીક નવી ટૉપ હાંસલ કરી આઠ ટકાના ઉછાળે ૪૭ નજીક ગયો છે.

તાતા ગ્રુપની ટ્રેન્ટ ૨૫૦૫ની નવી ઊંચી સપાટી બાદ એક ટકો વધી ૨૪૫૨, તાતા કૉફી ૨૭૩ની ટૉપ બાદ સાધારણ વધી ૨૬૯, તાતા કન્ઝ્યુમર ૯૨૯ની ટોચે જઈ અડધો ટકો વધી ૯૧૬, તાતા એલેક્સી ૮૩૩૯ની નવી ઊંચી સપાટી દેખાડી પોણો ટકો વધી ૮૨૪૦ બંધ હતા. સરકારી કંપની ઇન્ડિયન ઑઇલ ૧૦૭ની ટોચે જઈ અડધો ટકો ઘટી ૧૦૩ રહી છે. જેકે સિમેન્ટસ ૩૪૯૫ના બેસ્ટ લેવલ બાદ અઢી ટકા વધી ૩૪૪૦ તો જેકે ટાયર્સ ૩૬૩ના શિખરે જઈ ૩૫૫ બંધ આવી છે. કલ્યાણ જ્વેલર્સ ૩૫૨ની નવી ટૉપ દેખાડી સવાત્રણ ટકા વધી ૩૪૮ થયો છે. એલઆઇસી માથે પરિણામ વચ્ચે સાધારણ સુધરામાં ૬૧૩ હતો. પેટીએમ પોણાબે ટકા વધીને ૮૯૭ વટાવી ગયો છે. તો પૉલિસી બાઝાર દોઢ ટકાના સુધારામાં ૭૨૫ હતો. એમસીએક્સ ૨૬૬૬ની નવી વિક્રમી સપાટી મેળવી સવાચાર રૂપિયાના પરચૂરણ ઘટાડામાં ૨૬૨૨ રહ્યો છે.

પીએનબી ગિલ્ટ ડબલ ડિજિટની તેજીમાં, ન્યુ​ક્લિયસ ઉપલી સર્કિટે નવા શિખરે

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના ઘટાડે ૭૯ પૉઇન્ટ જેવો મામૂલી ઢીલો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅર પ્લસમાં હોવા છતાં નામ જોગ ઘટ્યો છે. બૅ​ન્કિંગ ૩૮માંથી ૨૦ શૅર પ્લસ હતા. યસ બૅન્ક અઢી ગણા કામકાજે સાતેક ટકાના જમ્પમાં ૧૮ નજીક ગયો છે. આરબીએલ બૅન્ક સાડાત્રણ ટકા, કર્ણાટકા બૅન્ક સવાબે ટકા, સીએસબી બૅન્ક દોઢ ટકા નજીક અને આઇડીબીઆઇ બૅન્ક એક ટકો વધ્યા હતા. સામે ઉત્કર્ષ બૅન્ક ૨.૩ ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક બે ટકા, ઉજજીવન બૅન્ક ૧.૮ ટકા, સૂર્યોદય બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢેક ટકો ડાઉન થઈ છે. ફાઇનૅન્સ સેક્ટરમાં પીએનબી ગિલ્ટ સાડાદસ ટકાની તેજીમાં ૯૮ નજીક સરક્યો છે. નલવા સન્સ ઇન્વેસ્ટમેન્ટ ૨૮ ગણા વૉલ્યુમે ૨૮૨૦ની ટૉપ બનાવી ૨૧૨ રૂપિયા કે સવાઆઠ ટકા ઊછળી ૨૭૫૬ થયો છે. એન્જલવન સાડાપાંચ ટકા કે ૧૪૧ની તેજીમાં ૨૬૭૮ હતો. રેપ્કોહોમ પોણાચાર ટકા, આઇઆઇએફએલ સિક્યુ. ત્રણ ટકા, રાણે હો​લ્ડિંગ્સ અને ક્રિસિલ અઢી ટકા કટ થયા હતા. મોતીલાલ ઓસવાલ બે ટકા બગડી ૧૦૧૨ હતો.

આઇટીમાં ન્યુ​ક્લિયસ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૯૫ની ટોચે ગયો છે. કેપીઆઇટી ટેક્નૉલૉજીઝ ૧૩૪૪ની ટૉપ બનાવી ૪.૪ ટકા વધીને ૧૩૨૮ રહ્યો છે. ઓરેકલ ૨.૯ ટકા કે ૧૧૩ વધી ૪૦૭૬ વટાવી ગયો છે. કૅપિટલ ગુડ્સમાં સુઝલોન ૩૯ ઉપર નવી મ​લ્ટિયર ટૉપ બનાવી નહીંવત સુધારામાં ૩૭ પ્લસ બંધ હતો. ભેલ પોણાત્રણ ટકા તથા ભારત ફોર્જ બે ટકા માઇનસ થયા છે. પ્રાજઇન્ડ, સિમેન્ટ, થર્મેક્સ અને ગ્રાઇન્ડવેલ બેથી ત્રણ ટકા વધ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2023 05:52 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK